ક્રિકેટ : ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચાર્ડસનનો કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવામાં આવ્યો, રિપોર્ટ્સ હજી પેન્ડિંગ.

0
11

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચાર્ડસનનો કોરોનાવાઇરસનો ટેસ્ટ લેવામાં આવ્યો છે. રિપોર્ટ હજી આવ્યો ન હોવાથી તે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં ભાગ લઇ રહ્યો નથી. તેણે ગુરુવારે મેડિકલ ટીમને સોર થ્રોટ (સુકુ ગળું)ની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ હાલની પરિસ્થિતિ જોતા મેડિકલ ટીમે ટેસ્ટ કરાવવો વ્યાજબી સમજ્યો છે. કેનની જગ્યાએ ફાસ્ટ બોલર સીન એબોટનો સ્ક્વોડમાં સમાવેશ થયો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, અમારું મેડિકલ સ્ટાફ આને થ્રોટ ઇન્ફેક્શન તરીકે જ જોવે છે પરંતુ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટના પ્રોટોકોલને ફોલો કરતા અમે ટેસ્ટ કરાવ્યો છે. તેમજ તેને અન્ય મેમ્બર્સથી દૂર રાખ્યો છે. તે છેલ્લા 14 દિવસમાં વિદેશ પ્રવાસ કરીને આવ્યો હોવાથી અમે ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here