Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન કેન વિલિયસન ટેસ્ટમાં નંબર 1 બેટ્સમેન બની ગયો છે. 30 વર્ષીય આ વિસ્ફોટક બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલીને પછાડીને બેટ્સમેનોની લેટેસ્ટ ICC ટેસ્ટ રેન્કિંગમાં (ICC Test Rankings) ટોપ પર પહોંચી ગયો છે. ગુરુવારે જાહેર કરેલ રેન્કિંગમાં કેન વિલિયમસનને બે પોઈન્ટનો ફાયદો થયો છે. તેણે 890 રેટિંગ અંકોની સાથે નંબર 1 બેટ્સમેન બનવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલી 879 અંકોની સાથે બીજા સ્થાન પર છે.

વિલિયમસનને પાકિસ્તાનની સામે હાલની સીરિઝની પહેલી ટેસ્ટમાં સદીનું આ ઈનામ મળ્યું છે. તેણે માઉન્ટ માઉંગાનુઈ ટેસ્ટમાં 129 રનોની ઈનિંગ રમી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથને પોતાના ખરાબ પ્રદર્શનનું ફળ મળી રહ્યું છે અને તેના રેકિંગમાં ઘટાડો થઈ રહ્યો છે.

સ્ટીવ સ્મિથે ભારતની સામે મેલબોર્ન ટેસ્ટમાં 0 અને 8 રન જ બનાવી શક્યો હતો. હવે તે બે સ્થાનના નુકસાનની સાથે ત્રીજા સ્થાન (877) પર છે. ભારતની હાલની ટેસ્ટ સીરિઝના કેપ્ટન અજિંક્ય રહાણે પાંચ સ્થાન ઉપર ચઢીને તે 784 અંકોની સાથે છઠ્ઠા સ્થાન પર છે. રહાણેએ મેલબોર્ન ટેસ્ટમાં 121 અને અણનમ 27 રન બનાવ્યા હતા.

બોલર્સની ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને બે સ્થાનનો ફાયદો થયો છે. તે 793 અંકોની સાથે સાતમા સ્થાન પર છે. જસપ્રિત બુમરાહ એક સ્થાન ઉપર ચઢ્યો છે અને તે 783 અંકોની સાથે 9મા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક 804 અંકો સાથે બે સ્થાન ઉપર ચઢીને પાંચમા સ્થાન પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments