દુર્ઘટના : કેન્યામાં અચાનક ક્લાસરૂમ ધરાશાયી થઇ જતાં સાત બાળકોના મોત, 57 ઘાયલ,

0
0

નૈરોબી: કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ક્લાસરૂમ અચાનક તૂટી પડતા સાત બાળકોનું મોત થયું છે. ઇમરજન્સી સર્વિસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બે માળની ટેલેન્ટ ટોપ સ્કૂલમાં આ ઘટના સોમવારે લોકલ ટાઇમ મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ બની હતી. કેન્યા રેડ ક્રોસના મેનેજરે એજન્સીઓને જણાવ્યું કે સાત વિદ્યાર્થીઓનું મોત થયું છે જ્યારે 57 ઘાયલ છે. બિલ્ડીંગ જ્યારે પડી ત્યારે ઉપરના ભાગમાં વિદ્યાર્થીઓ હાજર હતાં.

કેન્યા રેડ ક્રોસના જણાવ્યા પ્રમાણે ઘટના બાદ બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે અને હજુ ઘણા વિદ્યાર્થીઓ અંદર દબાયેલાં છે. કેન્યા રેડ ક્રોસના પ્રવક્તાએ જણાવ્યું કે આ પ્રાઇમરી સ્કૂલ છે જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અભ્યાસ કરે છે. સ્કૂલના જણાવ્યા પ્રમાણે અહીં કુલ 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 17 વિદ્યાર્થીઓને નેરોબીની કેન્યાટ્ટા નેશનલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here