Monday, October 25, 2021
Homeકેરાલા : 31 વર્ષીય યુવાને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો
Array

કેરાલા : 31 વર્ષીય યુવાને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો

ભાજપ અને કોંગ્રેસની ટિકિટ લેવા માટે ઉમેદવારો આકાશ પાતાળ એક કરી દેતા હોય છે ત્યારે કેરાલામાં તેનાથી ઉલટો કિસ્સો સામે આવ્યો છે.

કેરાલામાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે વાયનાડ જિલ્લાની વિધાનસભા બેઠક માટે અનુસૂચિત જનજાતિના ભણેલા ગણેલા યુવક મની કુટ્ટનને ટિકિટ આપી હતી. ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં તેમનુ પણ નામ હતુ.

જોકે હવે 31 વર્ષીય આ યુવાને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. તેણે કહ્યુ હતુ કે, જ્યારે મેં ટીવી પર મારુ નામ જોયુ ત્યારે હું ચોંકી ઉઠ્યો હતો. મેં ફોન કરીને પાર્ટીના નેતાઓને આદરપૂર્વક ચૂંટણી નહીં લડવાના મારા નિર્ણય અંગે જાણ કરી દીધી હતી.

એમબીએની ડિગ્રી ધરાવતા મનીકુટ્ટનનુ કહેવુ છે કે, નેતા તરીકે નહીં પણ સામાન્ય માણસ તરીકે જ દેશની સેવા કરવા માંગુ છું અને રાજકારણમાં મારે ઉતરવુ નથી.

ઉલ્લેખનીય છે કે, કેરાલામાં ભાજપનુ રાજકીય અસ્તિત્વ નહીવત જેવુ છે. પાર્ટી પાસે હાલમાં રાજ્યમાં માત્ર એક ધારાસભ્ય છે. ભાજપ કેરાલામાં પગ જમાવવા માટે ભારે જોર લગાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments