કેરળ : ડૉક્ટરોની ટીમ નદી પાર કરીને 17 કિલોમીટર ચાલીને જંગલોમાં વસેલા ગામોમાં પહોંચી રહી છે

0
3

કોરોના વિરુદ્ધની લડાઈમાં વાવાઝોડું પણ આપણા ડૉક્ટરોનો રસ્તો રોકી નથી શક્યું. તેમાંના એક છે કેરળના 40 વર્ષીય મહિલા ડૉક્ટર કે.એ. સુખાન્યા. તાઉતે વાવાઝોડાના કારણે પલક્કડ જિલ્લાના અટ્ટાપદી જિલ્લાના જંગલોમાં વસેલા ગામો સંપર્કવિહોણા થઈ ગયા હતા. અહીંની ભવાની નદી પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, પરંતુ આ વાવાઝોડું સુખાન્યાની ટીમને પશ્ચિમી ઘાટના જંગલોમાં વસેલા મુરુગલા આદિવાસી વિસ્તારો સુધી જતા રોકી નથી શક્યું. તેમની ટીમમાં હેલ્થ ઈન્સ્પેક્ટર સુનિલ વાસુ, આસિ. હેલ્થ ઈન્સ્પેક્ટર શાજૂ અને ડ્રાઈવર સંજેશ પણ સામેલ છે. આ ટીમ 17 કિ.મી. ચાલીને અને હિલોળા મારતી નદી પાર કરીને અહીં સુધી પહોંચી હતી.

ડૉ. સુખાન્યા અને તેમની ટીમે ગામોમાં પહોંચીને લોકોની તપાસ કરી, જેમાં કેટલાકમાં કોરોનાના લક્ષણ દેખાયા.

છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ આ પ્રવાસ મુદ્દે સુખાન્યા કહે છે કે, આ અમારી ફરજનો ભાગ છે. અમારે નદીની મજબૂત લહેરોનો સામનો કરીને અહીં સુધી પહોંચવુ પડ્યું હતું. ઘણી જગ્યાએ તો અમારા ગળા સુધી પાણી હતું. આ સમગ્ર પ્રવાસ થકવી નાંખનારો હતો કારણ કે, ગામ સુધી જતો કોઈ રસ્તો જ ન હતો. કુલ 30 કિ.મી.ના આ પ્રવાસમાં અમે 13 કિ.મી. જ એમ્બ્યુલન્સમાં બેસીને આગળ જઈ શક્યા. બાકીનો પ્રવાસ અમારી ટીમે પગપાળા કર્યો. અહીંના ગામો સુધી પહોંચીને અમે ઘણાં લોકોની મેડિકલ તપાસ કરી, જેમાં સાત લોકોમાં કોરોનાના લક્ષણો દેખાયા. આ લોકોને પુદુર કસબાના કોવિડ સેન્ટર સુધી લાવવામાં અમારે તેમને ખૂબ મનાવવા પડ્યા.હવે અહીં તેમની દેખભાળ કરાઈ રહી છે.

આરોગ્ય વિભાગની ટીમને ખૂબ જ મુશ્કેલી પડે છે
કેરળના અટ્ટાપડીમાં 32,956 આદિવાસીઓ વસે છે, જે અહીંનો સૌથી પછાત વિસ્તાર છે. તે તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાની સરહદ નજીક છે. આ અંતરિયાળ વિસ્તારમાં બીજી કોરોના લહેર પહોંચી ગઈ છે. અહીંના નોડલ હેલ્થ ઓફિસર આર. પ્રભુદાસ કહે છે કે, આરોગ્ય વિભાગની ટીમે વાવાઝોડું અને ભારે વરસાદને પગલે અહીં સુધી પહોંચવા ખૂબ મહેનત કરવી પડે છે. આમ છતાં, ડૉક્ટરોની ટીમ અંતરિયાળ વિસ્તારના તમામ ગામો સુધી જાય છે. આ સાથે તમામ અંતરિયાળ વિસ્તારમાં એક ડૉક્ટરને ફરજ સોંપાઈ છે.

ડૉ. સુખાન્યા અને તેમની ટીમે ગામોમાં પહોંચીને લોકોની તપાસ કરી, જેમાં કેટલાકમાં કોરોનાના લક્ષણ દેખાયા.

કોવિડ જાગૃતિ અંગે સાવ લોકો સાવ ‘શૂન્ય’
આ તમામ વિસ્તારોમાં કોરોનાને લઈને ખૂબ ઓછી જાગૃતિ છે. અહીંના લોકો કોવિડ પ્રોટોકોલ વિશે કશું જાણતા જ નથી. અહીંના અનેક જંગલ રસ્તા એવા છે, જે છેક તમિલનાડુ સુધી જાય છે. અહીંના લોકો આ વિસ્તારોમાં સગાસંબંધીના ઘરે પણ ચાલીને આવન-જાવન કરે છે. એટલે અહીં સંક્રમણનો ખતરો પણ વધુ છે. જોકે, કેરળના ડૉક્ટરોએ અહીં ઉત્તમ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here