કેરળે રાહુલ ગાંધીને ચૂંટી વિનાશકારી કામ કર્યું છે : ઈતિહાસકાર રામચંદ્ર ગુહા

0
17

કોઝિકોડ : ઈતિહાસકાર રામચંદ્ર ગુહા (Ramchandra Guha)એ શુક્રવારે કહ્યું કે, કેરળના લોકોએ ‘પરિવારની પાંચમી પેઢી’ના રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સંસદ માટે ચૂંટીને વિનાશકારી કામ કર્યું છે. રામચંદ્ર ગુહાએ તેની સાથે જ કહ્યું કે, કૉંગ્રેસની પાસે ભારતીય રાજનીતિમાં ‘કઠોર પરિશ્રમી અને જાતે મુકામ બનાવનારા’ નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સામે કોઈ તક નથી. ગુહાએ કહ્યું કે કૉંગ્રેસ (Congress)ની સ્વતંત્રતા સંગ્રામના સમયે ‘મહાન પાર્ટી’ની આજે ‘દયનીય પારિવારિક કંપની’ બનવા પાછળનું એક કારણ ભારતમાં હિન્દુત્વ અને અંધરાષ્ટ્રીયતા વધવી છે.

કેરળ સાહિત્યા મહોત્સવના બીજા દિવસે રાષ્ટ્ર ભક્તિ વિરુદ્ધ અંધરાષ્ટ્રીયતા વિષય પર આયોજિત સત્રમાં ગુહાએ કહ્યું કે, હું અંગત રીતે રાહુલ ગાંધીની વિરુદ્ધ નથી. તેઓ સૌમ્ય અને સુસભ્ય વ્યક્તિ છે, પરંતુ યુવા ભારત અકે પરિવારની પાંચમી પેઢી નથી ઈચ્છતી. જો તમે મલયાલી 2024માં ફરી રાહુલ ગાંધીને ચૂંટવાની ભૂલ કરશો તો કદાચ નરેન્દ્ર મોદીને જ ફાયદો થશે. સત્રમાં ઉપસ્થિત કેરળવાસીઓને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે, કેરળે ભારત માટે અનેક ઉત્તમ કામ કર્યા છે, પરંતુ તમે સંસદ માટે રાહુલ ગાંધીને ચૂંટીને એક વિનાશકારી કાર્ય કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here