કેરાલા : પીએમ નરેન્દ્ર મોદીએ પહેલી ચૂંટણી સભાને સંબોધન કર્યુ

0
2

કેરાલા વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આજે પીએમ નરેન્દ્ર મોદીએ પહેલી ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ.

કેરાલામાં તાજેતરમાં ચકચાર મચાવનારા સોનાની દાણચોરી પ્રકરણ અને તેમાં કેરાલા સીએમની ઓફિસની સંડોવણીનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યુ હતુ કે, જે રીતે ચાંદીના થોડા સિક્કા માટે જુડાસે ઈસુ ખ્રિસ્તને દગો આપ્યો હતો તે જ રીતે કેરાલાની એલડીએફ સરકારે સોનાના ટુકડા માટે કેરાલાની પ્રજા સાથે દગો કર્યો છે.

પીએમ મોદીએ સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા અંગે થયેલા આંદોલનને યાદ કરીને કહ્યુ હતુ કે, રાજ્યમાં થયેલા દેખાવો દરમિયાન ડાબેરી સરકારે ભાવિકો પર લાઠીઓ વરસાવી હતી. આ કૃત્ય બદલ તેમને શરમ આવવી જોઈએ. આ દરમિયાન વિરોધ પક્ષ તરીકે યુડીએફના નેતાઓ વિરોધ કરવાની જગ્યાએ મૌન રહ્યા હતા. પણ હું કહેવા માંગુ છું કે, સંસ્કૃતિ સાથે કોઈ રમત કરશે તો ભાજપ મૌન નહીં રહે.મને ગર્વ છે કે હું એ પાર્ટી સાથે જોડાયેલો છું જે સંસ્કૃતિની રક્ષા કરે છે અને કરશે.

કેરાલામાં એલડીએફ અને સામે પ્રમુખ વિપક્ષી ગઠબંધન યુડીએફ વચ્ચે મેચ ફિક્સિંગ હોવાનો આરોપ લગાવીને પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આ બંને મોરચાના નામ અલગ અલગ છે પણ તેમનુ કામ તો એક જેવુ જ છે. રાજ્યમાં આજે પહેલી સભાને સંબોધન કરીને ઉત્સાહ અનુભવી રહ્યો છું. કેટલાય વર્ષો સુધી કેરાલાની રાજનીતિમાં યુડીએફ અને એલડીએફ વચ્ચે મૈત્રીપૂર્ણ સમાધાન રહ્યુ છે. હવે રાજ્યના મતદારો પૂછી રહ્યા છે કે, આ કેવી મેચ ફિક્સિંગ છે…પાંચ વર્ષ એક પાર્ટી અને બીજા પાંચ વર્ષ માટે બીજી પાર્ટી લોકોને લૂંટે છે. કેરાલાના યુવાઓ આજે આ વાત ખુલીને પૂછી રહ્યા છે. બંનેના શાસનમાં પ્રજાના પૈસાની લૂંટ થતી આવી છે.

આ પહેલા રાજ્યમાં યુડીએફનુ શાસન હતુ અને તે દરમિયાન થયેલા સોલર પેનલ ગોટાળાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યુ હતુ કે, યુડીએફે તો સૂરજની રોશનીને પણ છોડી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here