Saturday, September 25, 2021
Homeકેરળ : રાની સંતોષે બનાવેલી ટ્રક કેક સોશિયલ મીડિયા પર વાઈરલ
Array

કેરળ : રાની સંતોષે બનાવેલી ટ્રક કેક સોશિયલ મીડિયા પર વાઈરલ

પ્રથમ લોકડાઉનની શરુઆત થઈ ત્યારે રાની અને તેનો પરિવાર ખાડી દેશમાં હતી. તે દિવસોમ પરિવારનું ગુજરાન ચલાવવા માટે રાનીએ ઘણા બિઝનેસ ટ્રાય કર્યા હતા પણ તેને એક પણમાં જોઈએ એવી સફળતા ના મળી. તો બીજી બાજુ રૂપિયાની પણ જરૂર હતી. રાની કેરળ પરત આવી ગઈ. અહીં તેણે કેક બેકિંગનું કામ શરુ કર્યું. આની પહેલાં રાની ગલ્ફ કન્ટ્રીમાં રહેતો ત્યારે તેના મિત્રો અને પરિવારજનો માટે કેક બનાવતી હતી. સોશિયલ મીડિયા પર લોકોને તેની કેક ઘણી ગમી અને આ રીતે રાનીનો આત્મવિશ્વાસ વધતો ગયો.

રાનીએ પોતાના બેકિંગના શોખને બિઝનેસમાં ફેરવ્યો. તેની ઓફબીટ કેક લોકોને ઘણી ગમી. રાની પોતાની સ્પેશિયલ કેકમાં કાર્ટૂન કેરેક્ટરથી લઈને JCB મશીન અને ટ્રક પણ બનાવે છે.

રાનીને એક કસ્ટમર દીપાએ ટ્રિપલ લોરી એટલે કે ટ્રક કેક બનવવાનો ઓર્ડર આપ્યો હતો. દીપાને સેમ ટુ સેમ ટ્રિપલ લોરી કેક બનાવડાવવી હતી. રાનીએ દીપાને કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે, મારા પરિવાર સાથે છેલ્લા 20 વર્ષથી તે ટ્રક છે. હાલ તે ટ્રક જૂની થઈ ગઈ છે આથી પરિવાર પાસે તેને વેચવા સિવાય અન્ય કોઈ ઓપ્શન નથી. આ કારણોસર અમારા પરિવારની મુખ્ય વ્યક્તિ એટલે જે રાજીવનના જન્મદિવસે મેં તેમને ટ્રિપલ લોરી થીમની કેક સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું. રાનીએ રાજીવન માટે સુંદર રેડ વેલ્વેટ કેક બનાવી. આ કેકનો ફોટો વાઈરલ થતા તેને કેકના અન્ય ઓર્ડર આવવાના પણ શરુ થઈ ગયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments