કેરળની પેરલાઈઝ્ડ મારિયા અનેક મહિના હોસ્પિટલ રહેવા છતાં ડૉક્ટર બની

0
2

કેરળમાં 25 વર્ષીય ડૉ.મારિયા બિજુ વ્હીલચેર બાઉન્ડ ગર્લ છે, તેમ છતાં તેણે જિંદગી સામે હાર માનવા કરતાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. તેણે MBBSની ડિગ્રી પૂરી કરી. 2015માં મારિયાએ કેરળની થોડુપૂજા સ્થિત અલ અઝહર મેડિકલ કોલેજમાં MBBS કોર્સ માટે એડમિશન લીધું હતું.

મારિયાએ કહ્યું, એડમિશન લીધું તે દિવસે હું બહુ ખુશ હતી. મને આજ એ દિવસ યાદ છે જ્યારે 5 જૂન, 2016ના રોજ હોસ્ટેલમાં કપડાં સૂકવવા જતા ભીના ફ્લોર પર લપસીને સેકન્ડ ફ્લોરથી નીચે પડી ગઈ હતી.

નીચે પડવાથી તેના ગળા અને સાથળનું હાડકું તૂટી ગયું. તેની ગળા નીચેનો ભાગ પેરલાઈઝ્ડ થઇ ગયો. એ પછી તેની સર્જરી થઇ અને ચાર મહિના સુધી સારવાર ચાલી. ઘણો સમય હોસ્પિટલમાં પસાર કર્યા પછી તે હિંમત કરીને ઊભી થઈ અને કોલેજ જવા લાગી. મારિયાએ કહ્યું, ઓપરેશન પછીનો સમય મારા માટે કપરો હતો. મારે આંગળીઓને ફરીથી કામ કરતી કરવાની હતી જેથી હું પેપર લખી શકું, પરંતુ લખવું મારા માટે અશક્ય હતું. જો કે , કોલેજે મારી સ્થિતિ સમજીને મારું પેપર બીજા સાથે લખાવવાની અનુમતિ આપી હતી. મેં મારા પેપર અન્ય મેડિકલ સ્ટુડન્ટ પાસે લખાવ્યા અને પોતાને સ્વસ્થ કરવા મહેનત કરવા લાગી.

મારિયાને માત્ર એક જ વાતનું દુઃખ છે કે, તેની શારીરિક અવસ્થાને લીધે સર્જન બનવાનું સપનું અધૂરું રહી ગયું. હાલ તે MDની તૈયારી કરી રહી છે. તે સ્કૂલમાં એથ્લીટ પણ રહી ચૂકી છે. અભ્યાસ ઉપરાંત અન્ય સમયમાં તે સ્કેચિંગ કરે છે. સ્વસ્થ થઇ ગયા પછી તે સોલો ટ્રાવેલિંગ કરવા ઈચ્છે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here