કેરળના પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યુઝીલેન્ડમાં મંત્રી બન્યા, ન્યુઝીલેન્ડમાં મંત્રી પદ મેળવનાર પ્રથમ ભારતીય

0
23

ભારતના કેરળના પ્રિયંકા રાધાકૃષ્ણને સોમવારે ન્યુઝીલેન્ડમાં મંત્રી તરીકેના શપથ લીધા છે. ન્યુઝીલેન્ડના મંત્રીમંડળમાં સ્થાન પામનાર તેઓ પ્રથમ ભારતીય છે. વડાપ્રધાન જૈકિંડા અર્ડર્ને તેમનું નવું મંત્રીમંડળ બનાવ્યું છે, જેમાં પ્રિયંકા રાધાકૃષ્ણનને સામેલ કરવામાં આવ્યા છે. 41 વર્ષીય રાધાકૃષ્ણને સામુદાયિક અને સ્વૈચ્છિક ક્ષેત્ર મંત્રીના રૂપમાં શપથ લીધા છે. તેમનો જન્મ ચેન્નાઈમાં થયો છે. જ્યારે ઉછેર અને ભણતર સિંગાપુરમાં થયું છે. તેમના દાદી કોચીમાં એક મેડિકલ પ્રોફેશનલ હતા અને કમ્યુનિસ્ટ પણ હતા.

અભ્યાસ કરવા માટે ન્યુઝીલેન્ડ આવ્યા

તેઓ અભ્યાસ કરવા માટે ન્યુઝીલેન્ડ આવ્યા હતા અને 2004માં લેબર પાર્ટી દ્વારા સક્રિય રાજકારણમાં છે. તેઓ ઓકલેન્ડમાંથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. ગત ઓનમના તહેવારમાં તેઓ અર્ડર્નની સાથે લાઈવ આવ્યા અને તેમણે તહેવારની શુભેચ્છા પાઠવી હતી. તે પછી તેઓ કેરળવાસીઓના ઘરે-ઘરે જતા હતા. રાધાકૃષ્ણનને મલયાલમ ગીતો ખૂબ જ પસંદ છે. કેરળના લોકપ્રિય ગાયક યેસુદાસના તેમના ફેવરિટ છે.

પ્રથમ વખત સપ્ટેમ્બર 2017માં સંસદના સભ્ય તરીકે ચૂંટાયા

લેબર પાર્ટી તરફથી તેઓ પ્રથમ વખત સપ્ટેમ્બર 2017માં સંસદના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 2019માં તેમને જાતીય સુમદાયો માટે પાર્લામેન્ટરી પ્રાઈવેટ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા હતા. આ ઉપરાંત તે સામુદાયિક અને સ્વૈચ્છિક ક્ષેત્ર અને સામાજિક વિકાસ અને રોજગાર મંત્રાલયના મંત્રી પણ બન્યા. ન્યુઝીલેન્ડના હેરાલ્ડ ન્યુઝ પેપરે ઈન્ડિયન વિકેન્ડરના હવાલાથી કહ્યું કે પ્રિયંકા ભારતીય-ન્યુઝીલેન્ડ મૂળના પ્રથમ મંત્રી છે. તેઓ તેમના પતિની સાથે ઓકલેન્ડમાં રહે છે. વડાપ્રધાન અર્ડર્ને નવા મંત્રીઓની જાહેરાત કરતા કહ્યું કે હું કેટલીક નવી પ્રતિભાઓ, ગ્રાઉન્ડ લેવલનો અનુભવ રાખનાર લોકોને સામેલ કરવાને લઈને ઉત્સાહિત છું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here