કેવડિયા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જંગલ સફારી પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક સહિતના આકર્ષણો આજથી ખુલ્યા

0
5

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહિત કેવડિયાના અનેક પ્રોજેક્ટો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે 300 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પહોંચ્યા હતા, પરંતુ, પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત છે.

વ્યૂઈંગ ગેલેરીમાં હવે રોજ 7 હજાર લોકોને પ્રવેશ મળશે
કોરોનાના કેસો વધતા એક દિવસમાં માત્ર 200 લોકોને જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વ્યુઈંગ ગેલેરીમાં જવા માટે મર્યાદા કરી દેવાઇ હતી, પરંતુ હવે સ્ટેચ્યૂ ઓફ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરીમાં એક દિવસમાં 7000 ટિકિટનો સ્લોટ કરી દેવામાં આવ્યો છે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અંદર જવાની ટિકિટ અનલિમિટેડ કરી દેવાઇ છે. પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટેની 380 રૂપિયાની કિંમતની 165 પ્રવાસીઓ વ્યુઈંગ ગેલેરી જોવાની ટિકિટ ઓનલાઈન બુકિંગ કરાવી છે અને વ્યુઈંગ ગેલેરી જોવાની 1030 રૂપિયાની કિંમતની એક્સપ્રેસ ટિકિટ 22 પ્રવાસીઓએ બુકિંગ કરાવી હતી.

કોરનાની ગાઇડલાઇન સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી શરૂ કરવામાં આવ્યું છે

ગત વર્ષે 6 મહિના સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહ્યું હતું
આ સાથે છેલ્લા કેટલા સમયથી ડરના માહોલમાં રહેલા લોકો મન હળવું કરવા પ્રવાસન સ્થળો પર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા કોરોનાનો કહેર ન હતો, ત્યારે રોજના 10થી 15 હજાર પ્રવાસીઓ આવતા હતા, પણ ગત માર્ચ મહિનામાં કોરોનાની પ્રથમ લહેરના કારણે લગભગ 6 મહિના સ્ટેચ્યૂ બંધ રહ્યું હતું. બીજી લહેર માર્ચ-2021માં આવી, ત્યારે આ વખતે સ્ટેચ્યૂ ખુલ્લું રાખવામાં આવ્યું હતું, પણ, ઓછા આવતા હતા, ત્યાર બાદ બંધ કરવામાં આવ્યું હતું પણ હવે પુનઃ પ્રવાસીઓ આવતા આજથી ફરી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

પ્રથમ દિવસે 300 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પહોંચ્યા હતા

SOUની સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક પણ ખુલ્યા
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહિત કેવડિયાના અનેક પ્રોજેક્ટો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. બીજી તરફ કેવડિયા ખાતેની ટેન્ટ સિટી અને હોટલોના માલિકો છેલ્લા એક વર્ષથી પ્રવાસીઓના અભાવને કરાણે લાખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે, ત્યારે હવે ફરી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા રાખીને બેઠા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જંગલ સફારી પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક સહિતના આકર્ષણો આજથી ખુલ્યા છે
પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here