કેવડિયા : ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરાયા, ભરૂચ પરથી પૂરનું સંકટ દૂર થશે

0
41

કેવડિયાઃ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના તમામ દરવાજા આજે બંધ કરી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમની સપાટી અત્યારે 131.12 મીટર થઇ છે. હાલ ઉપરવાસમાંથી 1.66 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે અને 53 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસના CHPH 2 અને RBPHના તમામ ટર્બાઇન ચાલુ છે. જોકે નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા ભરૂચ પરથી પૂરનું સંકળ દૂર થશે.

બે દિવસમાં આઠ હજાર પ્રવાસીઓએ નર્મદા ડેમ નિહાળ્યો
સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાને કારણે બે દિવસમાં આઠ હજાર લોકોએ મુલાકાત લીધી છે. ખાસ કરીને આજે કેવડિયામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જોકે આજે નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું બંધ થતાં પ્રવાસીઓ નિરાશ થયા હતા.

ભરૂચ ખાતે જળ સંકટ દૂર થશે
નર્મદા ડેમ ઓવરફ્લો થવાથી ભરૂચ જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે ડેમના તમામ દરવાજા બંધ કરવાને કારણે હવે ભરૂચ પરથી પૂરનું સંકટ દૂર થશે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે. હાલ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી ઘટીને 27 ફૂટ થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here