ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક લક્ઝરી બસ પુલ પરથી નીચે ખાબકી, 4ના મોત

0
0

ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક સુભમ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પુલ પરથી નીચે ખાબકી હતી. જેમાં 4ના મોત થયા છે. જ્યારે 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા.
(ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા.)

 

મૃતકોનો આંકડો વધવાની શક્યતા

નવાપુર-ધુલે-સુરત રાષ્ટ્રીય નેશનલ હાઇવે નં .6 પર વિસરાવાડી નજીક કોંડાઈબારી ઘાટમાં જલગાંવથી સુરત તરફ જતાં કોંડાઈભારી ઘાટની દરગાહ પાસેના પુલ પરથી મોડીરાત્રે 2 વાગ્યે સુભમ ટ્રાવેલ્સની લક્ઝરી બસ નીચે ખાબકી હતી. આ અકસ્માતમા 4 મુસાફરોનું મોત થયું છે. 30 ઇજાગ્રસ્ત થયા છે. સૌથી વધુ સુરત અને જલગાવના ઇજાગ્રસ્ત છે. જ્યારે મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે.

નવાપુર નજીકના સ્થળોની 108 બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.
(નવાપુર નજીકના સ્થળોની 108 બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.)

 

રાત્રે અકસ્માત સમયે મુસાફરો સૂતા હતા

પ્રાથમિક માહિતી અનુસાર, સુભમ ટ્રાવેલ્સની બસમા 40 મુસાફરો હતા. આ અકસ્માતમાં 45 મુસાફરો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા અને 30થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત રાત્રેના 2 થી 2.30ની વચ્ચે બન્યો હતો. જેથી મુસાફરો સૂતા હોવાથી ઘાયલોની સંખ્યા વધુ હોય શકે છે. ઘણા મુસાફરો બસમાં ફસાઈ પણ ગયા હતા. જેમને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

6 સ્થળેથી 108 બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

બસના ડ્રાઈવરને ગંભીર હાલતમાં વિસારવાડી રૂરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે તેને નંદુરબાર જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘાયલોની સંખ્યા વધુ હોવાને કારણે વિસરાવાડી, નવાપુર, ખાંડબારા, નંદુરબાર, પિંપલનેર અને દાહિવેલથી 108 એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here