Monday, May 20, 2024
HomeગુજરાતGUJARAT: સાવરકુંડલામાં ખમણ ઢોકળાના પૈસા માગતા કુહાડીથી હુમલો

GUJARAT: સાવરકુંડલામાં ખમણ ઢોકળાના પૈસા માગતા કુહાડીથી હુમલો

- Advertisement -

સાવરકુંડલા એક શખ્સ એક ખમણ ઢોકળાના વેપારી પાસેથી અગાઉ બે વાર ઢોકળાનું ઉધાર પારસલ લઈ ગયા બાદ પૈસા ચૂકવેલ ન હતા.ગઈ કાલે ફરીવાર ખમણ ઢોકળા લેવા આવતા વેપારીએ પૈસા માંગતા વેપારી ઉપર કુહાડી વડે જીવલેણ હુમલા કર્યાની ઘટનાથી ભારે ચકચાર મચી ગયેલ હતી.

પ્રાપ્ત વિગત મુજબ સાવર કુંડલા ના હાથસણી રોડ ઉપર આસોપાલવ સોસાયટીમાં રહેતા અને ખમણ ઢોકળાનો વેપાર કરતા વિષ્ણુભાઈ લાભશંકરભાઈ ભરાડ ગઈકાલે પંચવટી સોસાયટી પાસે ખમણ ઢોકળા વેંચી રહેલ હતા ત્યારે આજ વિસ્તારમાં રહેતો વાસીફ લલિયા નામનો શખ્સ ઢોકળાનું પારસલ લેવા આવેલ હતો.પરંતુ  આ શખ્સ અગાઉ બે વાર ઉધાર પારસલ  લઈ ગયેલ હોવાથી આગળના અને હાલના ે તેના બાકી પૈસા માગતા ઉશ્કેરાઈને વેપારીનો કાઠલો પકડી મોઢા પર ઝાપટ મારી ગાળો આપી હતી. બાદમાં હમણાં આવું છુંતેમ કહી બાઈક લઈ જતો રહેલ હતો. અને થોડીવારમાં પરત આવેલ હતો. અને બાઈકમા રાખેલ કુહાડી વેપારીને માથાના ભાગે જીવલેણ ઘા મારી દેતા ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયેલ હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular