ખાંભા તુલસીશ્યામ રેન્જમાં સિંહની પાછળ બાઈક દોડાવી પજવણી કરનાર સગીર સહિત બે શખ્સ ઝડપાયા.

0
8

અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જના ગઢિયા ગામે બે સિંહોની પાછળ બાઈક દોડાવી સિંહોની પજવણીનો વીડિયો વાઈરલ થતા વન વિભાગ દ્વારા સિંહ પાંજવણી કરનાર બે શખ્સોની સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક આરોપીને કોર્ટેમાં રજૂ કરતા જામીન ના મંજૂર કરી અમરેલી સબજેલ હવાલે કર્યો હતો. આરોપી વિરૂદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા સિંહની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો

ધારી ગીર પૂર્વ વિસ્તારમાં અવાર નવાર સિંહોની પાછળ બાઈક અને ગાડીઓ દોડાવી પજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં બે સિંહોની પાછળ બાઈક દોડાવી સિંહોની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. તુલશીશ્યામ રેન્જના ગઢીયા વિસ્તારમાં ક્રૂરતા પૂર્વક સિંહ પાછળ બાઈક દોડાવી હતી. ત્યારે 2 સિંહોની પજવણીના વીડિયો સામે આવતાની સાથે જ વન વિભાગ દ્વારા સિંહોની પજવણી કરનાર શખ્સોની તપાસ હાથ ધરી અને ગઢીયા ગામેથી યુનુસશા પઠાણ સહિત એક સગીર આરોપીને ઝડપી લીધા હતા.

ગુજરાતના ગૌરવને પરેશાન નહીં કરવા વન વિભાગે અપીલ કરી હતી

ખાંભા તુલસીશ્યામ રેન્જના ગઢિયા ગામમાં જ 2 સિંહની પજવણી કરવાનું સામે આવ્યું હતું અને રાત્રિ દરમિયાન બે સિંહની પાછળ અહિંસક રીતે બે શખ્સે બાઈક દોડાવી હતી અને સિંહોની પજવણી કરી હતી. ત્યારે ખાંભા વન વિભાગ વીડિયો તપાસ કરીને ગઢિયા ગામમાંથી યુનુસશા ભિખુશા પઠાણ અને અન્ય એક બાળ કિશોર શખ્સ સામે વન વિભાગ દ્વારા સિંહને પરેશાન કરનાર સામે શિકારની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી હતી. એક આરોપીના જામીન ના મંજુર થતા જેલ હવાલે કર્યો હતો. ત્યારે ગુજરાતના ગૌરવને પરેશાન નહીં કરવા વન વિભાગે અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here