લાખણી તાલુકામાં મૂંગા-અબોલ પશુઓમાં ખરવા-મોવાસા નું રસીકરણ કરવામાં આવ્યું

0
60

તાલુકાની રજિસ્ટ્રેશન વાળી અને નોન રજિસ્ટ્રેશન વાળી તમામ ગૌશાળોમાં રસીકરણ કરાયું

 

લાખણી:- અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે સમગ્ર દેશ કોરોનાના ત્રાસ થી ત્રાહિમામ છે આવા સમયે સાચા અર્થમાં ડોક્ટરો કોરોના વોરિયર્સ બની રહ્યા છે આ કોરોનાના સમયમાં લોકો પોતાની જાનની ચિંતા કરીને ઘરમાં બેઠા છે ત્યારે આવા સમયે અબોલ પશુઓ ચિંતા કરનાર ડોક્ટરોને તહે દિલથી અભિનંદન અને સલામ કરવી જોઈએ માણસોની ચિંતા કરનાર ઘણા છે અને જો માણસોને પૂરતી સુવિધા ન મળે તો એ પોતાની રજૂઆત પણ કરી શકે છે પણ જે બોલી નથી શકતા એવા અબોલ પશુઓ ની ચિંતા પણ સરકાર કરી રહી છે અને જવાબદાર અધિકારીઓ એટલે કે ડોક્ટરો પોતાના જાનની કે પરિવારની ચિંતા કર્યા વગર પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.

લાખણી તાલુકામાં આવેલ રજીસ્ટર ગૌશાળાઓ અને નોન રજીસ્ટર ગૌશાળાઓ ખરવા મોવાસા નું રસીકરણ કરવામાં આવ્યું ૧૪ જેટલી રજીસ્ટર ગૌશાળાઓ અને ૧૬ જેટલી નોન રજીસ્ટર ગૌશાળાઓમાં  કુલમળીને  ૩૨૧૨ ગૌ માતાઓને રસીકરણ કરવામાં આવેલ છે આ સાથે સાથે જીવમાત્રની ચિંતા કરીને ૧૨૯૧૫ બકરાં ૯૪૧૨ ઘેટાઓને પણ રસીકરણ કરવામાં આવેલ છે આ સાથે સાથે ગૌશાળાઓમાં કૃમિનાશક દવાઓ પણ પીવડાવવામાં આવેલ છે જેના કારણે પશુ વધારે સશક્ત બને આ સાથે સાથે ડોક્ટર અને તેમની ટીમ દ્વારા માનવતા રાખીને જેનું કોઈ રણીધણી નથી એવા રળાઉ એટલે કે રખડતા ગૌવંશને પણ રસીકરણ કરવામાં આવેલ છે.

આ સાથે લાખણી તાલુકા પશુચિકિત્સા અધિકારી અને તેમની ટીમ ખરેખર માનવતા રાખીને અને પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક નિભાવી ને કોઈપણ આકસ્મિક સમયે ગૌવંશ કે કુતરાઓને સારવાર પૂરી પાડી રહ્યા છે જે પોતાની ફરજ સમજે છે પોતાને જે સેવા કરવાનો મોકો મળ્યો છે એ સેવા કરવાના મોકા ને નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે ખરેખર દરેક અધિકારી પોતાને મળેલ જવાબદારીને સેવા ગણીને નિષ્ઠાપૂર્વક નિભાવે તો આ વિસ્તારમાં સાચા અર્થમાં સેવાનું કાર્ય વધુ વેગવંતુ બની શકે છે અત્યારે કોરોનાની મહામારી સમયે સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બનતા ડોક્ટર અને તેમની ટીમ અભિનંદનને પાત્ર  છે આ કામગીરીમાં ડૉ ગોવિંદભાઇ પ્રજાપતિ(તાલુકા પશુ ચિકિત્સા અધિકારી, લાખણી), પનાભાઈ ગોહિલ(લવાણા), દરધાભાઈ સુથાર(સ્ટાફ પશુદવાખાનું) જોડાયા હતા

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here