રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલી પર બોલ્યા ખટ્ટર, હરિયાણા આવો – ભીડ ન લાવો

0
0

મોદી સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ કોંગ્રેસનો હલ્લા બોલ જારી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પંજાબ બાદ હરિયાણામાં ટ્રેક્ટર રેલી યોજવાના છે. જોકે અહીંની રેલીમાં પંજાબ જેવા ટોળા જોવા મળશે નહીં, કારણ કે ખટ્ટર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ભીડની પરવાનગી મંજૂરી નથી. મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે મહોલ ખરાબ તેમજ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોંગ્રેસ નેતા રાજ્યમાં કેટલાક કાર્યકર્તાઓ સાથે પ્રવેશ કરી શકશે. આ સાથે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ વિજે પણ કહ્યું કે રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીને રાજ્યમાં પ્રવેશવા દેશે નહીં.

ગાદીના સોફા પર બેસીને કોઈ પ્રદર્શન કરવામાં આવે નહીં..

કૃષિ કાયદાના વિરોધમાં ‘કિસાન બચાવો યાત્રા’ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા પંજાબના મોગામાં ટ્રેક્ટર રેલી કરવાને લઈને નાગરિક વિમાન મંત્રી હરદીપ સિંહ પુરીએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું છે. હરદીપ સિંહ પુરીએ રાહુલ ગાંધીની ટ્રેક્ટર યાત્રા દરમિયાન લેવાયેલી એક તસવીર શેર કરતા કહ્યું કે, કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રદર્શન માત્ર એક પોલિટિકલ ટૂરિઝમ છે. તેમણે કહ્યું કે, ગાદીના સોફા પર બેસીને કોઈ પ્રદર્શન કરવામાં આવે નહીં, તેનાથી કોંગ્રેસનો ઇરાદો માત્ર કિસાનોને ફાયદાકારક સાબિત થનારા કૃષિ કાયદાઓ પ્રત્યે ગેરમાર્ગે દોરવાનો છે.

હકીકતમાં રાહુલ ગાંધીએ કૃષિ કાયદાના વિરોધમાં ત્રણ દિવસની ટ્રેક્ટર રેલીની શરૂઆત રવિવારે મોગાથી કરી હતી. નાગરિક ઉડ્ડયનમંત્રી પુરીએ ટ્વીટ કરીને કહ્યુ, ટ્રેક્ટર પર રાખેલ ગાદીનો સોફો વિરોધ નથી. તે ‘વિરોધનું પર્યટન’ છે. ભાજપના તે વલણને દર્શાવે છે કે કોંગ્રેસનો વિરોધ માત્ર કિસાનોને ભ્રમિત કરવા માટે છે. પરંતુ કિસાન એટલા ભણેલા-ગણેલા અને બુદ્ધિમાન છે અને બધુ જોવે છે. કોંગ્રેસનો આ વિરોધ માત્ર રાજકીય અને અંગત સ્વાર્થથી પ્રેરિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here