36 કલાકમાં 7 ઇંચ : નડિયાદ બે ભાગમાં વહેંચાયું, મહુધામાં છાપરું પડતાં બાળકીનું મોત

0
24

નડિયાદઃ ખેડા જિલ્લામાં બુધવાર સાંજથી વરસી રહેલા સાંબેલાધાર વરસાદને કારણે સાક્ષરનગરી નડિયાદ તરબોળ થઇ હતી. શહેરમાં બુધવારની સવારથી જ શરૂ થયેલી વરસાદની હેલી બીજા દિવસે પણ યથાવત રહી હતી અને છેલ્લા 36 કલાક દરમિયાન 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને કારણે મોટા ભાગના વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઇ ગયાં હતાં. તેમાંય ન્યૂ ગાઝીપુર વરિયાળી માર્કેટ પાસે મકાનોમાં પાણી ભરાતાં 25થી વધુ કુટુંબનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નગરમાં વિકાસના નામે થયેલા આડેધડ બાંધકામને કારણે વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

સાર્વત્રિક વરસાદ, ઠેરઠેર જળબંબાકાર
ખેડા જિલ્લામાં ગુરૂવારે સતત પાંચમા દિવસે પણ વરસાદનું જોર જારી રહ્યુ હતુ. જેમાં મહુધામા 8 ઇંચ વરસાદે આખા પંથકને જળતરબોળ કરી દીધો હતો. જ્યારે નડિયાદ, મહેમદાવાદ તથા વસોમા પણ ચાર-ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. શ્રાવણના આરંભે મેહુલિયો મુશળધાર બનતા નડિયાદ, માતર, મહેમદાવાદ, વસો સહિત અન્ય સ્થળો જળબબાકાર બન્યા હતા. નડિયાદમાં ગુરૂવાર રાત સુધીમાં છેલ્લા 36 કલાક ઉપરાંતમાં સાડા ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે જનજીવન પર અસર થઇ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે ખેતરોમાં ચાયડા ભરાયા હતા. ખેડૂતો ખેતીના કામમાં પરોવાયા હતા.

મહુધામાં છાપરું પડતાં બાળકીનું મોત
મહુધામા છેલ્લા 29 કલાકમા 232 મિમી વરસાદ નોધવામાં આવ્યો છે. તેમાં પણ બુધવરની નમતી સાંજથી પવન સાથે શરૂ થયેલા ભારે વરસાદે આસપાસના ગામોમાં જાણે કહેર વરસાવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. નિઝામપુર ખાતે ખેતરમાં મજૂર તરીકે કાચું ઝુપડું બાંધીને રહેતા લાલાભાઇ નાયકની 9 માસની દિકરી પર ભારે પવન અને વરસાદને પગલે અચાનક ઝુંપડું ઢસડાઇ પડતા તેનું મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here