Saturday, September 18, 2021
Homeગુજરાતખેડા : ડાકોરમાં પીવાના પાણીનો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો

ખેડા : ડાકોરમાં પીવાના પાણીનો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો

યાત્રાધામ ડાકોરમાં પીવાના પાણીની સમસ્યાથી નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી નગરના અમૂક વોર્ડમાં પીવાના પાણી મળતું નહોવાની બુમો ઉઠી છે. નજીકમાં જ ચૂંટણી આવી રહી છે. ત્યારે આવા મુદ્દાઓથી સત્તાધારી પક્ષને આવનાર ચૂંટણીમાં કેવો દબદબો રહેશે તે જોવું રહ્યું.

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીનો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. નગરના વોર્ડ નંબર 1, 6, 2 અને 4માં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી નહી મળતું હોવાની બુમો ઉઠી છે. દિવસમાં બે સમય અપાતાં પાણીમાં પણ છેલ્લા કેટલાય દિવસોથી પાણીની સમસ્યા દર ઓતરા દિવસે ઊભીને ઊભી રહે છે. આ જગ્યાઓ પર તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડાય છે. પરંતુ આ ટેન્કર પણ અમૂક વિસ્તારોમાં જતી નહોવાનું રહીશોએ જણાવ્યું છે. ત્યારે આવી સમસ્યાનું કોઈ કાઈમી ઉકેલ આવે તેવી માંગ પ્રબળ બની છે. ઉપરોક્ત વોર્ડના નગરજનોએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પરીણામ શુન્ય મળતાં સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે મોટર ઉડી જવાથી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મોટર બંધ થતાં 24 કલાક જેટલો સમય તેના રીપેરીંગમાં લાગે છે. આજ એચ.પીની મોટર સ્ટોકમાં નહોય તો થોડો સમય લાગે છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે લાઈટ શાખા દ્વારા વધુ વોલ્ટેજ ન આવે અને મોટર બંધ ન થાય તે માટે કામગીરી કરાશે. સાથે સાથે નવી એડીશનલ મોટરો ખરીદવાની પણ કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments