Friday, April 19, 2024
Homeગુજરાતખેડા : ગ્રામ વિકાસ મંત્રીના જિલ્લામાં PMAY યોજનાની એપ્લિકેશનના ધાંધીયા

ખેડા : ગ્રામ વિકાસ મંત્રીના જિલ્લામાં PMAY યોજનાની એપ્લિકેશનના ધાંધીયા

- Advertisement -

ખેડા જિલ્લાના વસો પંથકને તાલુકો બન્યે વર્ષોના વહાણા વીતી ગયા છે. તેમ છતાં પણ આ તાલુકાનો વિકાસ રૂંધાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી PMAY યોજનાના એપ્લિકેશનના ધાંધીયા અહીંયા જોવા મળી રહ્યા છે. આ આવાસ યોજનાની એપ્લિકેશન કોઈ કારણોસર ન ખુલતા લાભાર્થીઓને આ યોજનાના લાભથી વંચિત રહેવું પડ્યું છે. સરકારે ઘરવિહોણાને પ્રધાનમંત્રી આવાસ અને દિનદયાલ યોજના જાહેર કરી છે. ત્યારે ખેડા જિલ્લાના વસો પંથકમાં આ આવાસ એપ્લિકેશનના ધાંધીયા જોવા મળ્યા છે. PMAY યોજનાની એપ્લિકેશન કોઈ કારણસર ખુલતી નથી. છેલ્લા કેટલાય સમયથી આ પ્રશ્ન હોવાથી વસો અને આસપાસના ગામોના લાભાર્થીઓ આ યોજનાના લાભથી વંચિત રહ્યા છે.

આ સંદર્ભે વસો તાલુકા પંચાયતની સભામાં પણ આ પ્રશ્ન ગૂજ્યો હતો અને ઘરવિહોણા લાભાર્થીઓને નવા સર્વે કરવા વહેલી તકે PMAY યોજનાની એપ્લિકેશન ખોલવા ઠરાવ કરવામાં આવ્યો હતો. વસો તાલુકા પંચાયતે ગત 23 માર્ચના રોજ પત્રથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નડિયાદને જણાવ્યું કે, વસો તાલુકાના તમામ ગામમાં કોઇપણ ઘરવિહોણા લાભાર્થીઓને આવાસથી વંચિત ન રહે તે માટે નવા નાણાકીય વર્ષમાં લક્ષ્યાંક પાર પાડવા કાર્યવાહી કરવા જાણ કરી હતી. આજે આ રજૂઆત કરે પણ ત્રણ માસનો સમય વિતી ગયો છે આમ છતાં પણ આજ દિન સુધી PMAYની એપ્લિકેશન ચાલુ કરવામાં આવી નથી. જેના કારણે લાભાર્થીઓને કચેરી સુધી ધરમનો ધક્કો ખાવો પડે છે.

વહેલી તકે આ એપ્લિકેશન અહીંયા ચાલુ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. નોંધનીય છે કે ગ્રામ વિકાસ મંત્રીના જિલ્લામાં જ આવી યોજનાના એપ્લિકેશનના ધાંધિયા જોવા મળતા મંત્રીની છબી ખરડવાનો પ્રશ્ન ઉભો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular