અમદાવાદ : નારોલમાં યુવકને લાકડી વડે મારનાર ખોખરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભરતભરવાડને સસ્પેન્ડ કરવામાં આવ્યો.

0
25

ખોખરા પોલીસ સ્ટેશનમાં SHE ટીમમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ નારોલ વિસ્તારમાં પોતાની સોસાયટીમાં ફરતા એક વ્યક્તિને માસ્કના નામે રોકી તેની સાથે બોલાચાલી કરી લાકડી વડે ઢોર માર માર્યો હતો. જેને લઈ ઝોન 5 ડીસીપી અચલ ત્યાગીએ તપાસના આદેશ આપ્યા હતા. એસીપીની તપાસમાં પોલીસકર્મી મંજૂરી વગર સરકારી ગાડી લઈ ગયો હતો અને માસ્ક વગર હાજર વ્યક્તિને માર માર્યો હતો. જેને લઈ પોલીસકર્મી ભરત ભરવાડને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

બોલેરોમાંથી ઉતરીને પોલીસકર્મીએ યુવકને માર માર્યો હતો

પોલીસકર્મીઓ પોતાનો રોફ જમાવવા માટે ક્યારેક સામાન્ય બાબતે નાગરિક પર જુલમ કરવા લાગે છે અને એવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો હતો. ખોખરા પોલીસ સ્ટેશનમાં SHE ટીમમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભરત ભરવાડનો વ્યક્તિને માર મારતો એક વીડિયો સામે આવ્યો હતો. પોલીસકર્મી ભરત પોતે સરકારી બોલેરો ગાડી લઈ મંગળવારે બપોરે એક સોસાયટીમાં પ્રવેશે છે. ગેટ પાસે એક વ્યક્તિ ફોન પર વાત કરતો હોય છે. ગાડી ગેટમાં પ્રવેશે છે અને થોડી આગળ જાય છે. બાદમાં ભરત ગાડીને રિવર્સ લાવી અને ફોન પર વાત કરતા વ્યક્તિ પાસે રોકે છે. ભરત અને વ્યક્તિ બંને વચ્ચે વાતચીત થાય છે. દરવાજો ખોલી પગ રાખી પોલીસકર્મી વાતચીત કરવા લાગે છે.

ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા

અચાનક જ પોલીસકર્મી ભરત ભરવાડ વ્યક્તિની બોચી પકડી ગાડીની પાછળ લઈ જાય છે. ત્યાં વાતચીત કરવા લાગે છે અને બાદમાં ગાડીનો દરવાજો ખોલી તેમાં બેસાડી દે છે અને ગાડીમાંથી લાકડી કાઢી તેને મારવા લાગે છે. ચારથી પાંચ દંડા મારી દે છે. હાજર સિક્યુરિટી ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ ત્યાં આવી યુવકને માર માંથી બચાવે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here