સુરત : 17 વર્ષની ખુશીને UNEP દ્વારા ભારતની ગ્રીન એમ્બેસેડર બનાવાઈ

0
4

યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) તુન્ઝા ઈકો-જનરેશન પ્રોગ્રામ (TEG)દ્વારા સુરતની 17 વર્ષની ખુશી ચિંદાલિયાને પર્યાવરણ જાળવણી અંગેના વિચારોથી પ્રભાવિત થઈને ભારત માટે પ્રાદેશિક પ્રમુખ (RA) તરીકે નિયુક્ત કરી ગ્રીન એમ્બેસેડર બનાવવામાં આવી છે. ખુશી 100 યુવાઓ પૈકી એક છે જેનો નિબંધ યુનેસ્કોએ પોતાના પુસ્તકમાં પ્રકાશિત કરશે.

ખુશીએ કહ્યું કે, યુવાનો આગળ આવશે તો પર્યાવરણની રક્ષા ઝડપથી થઈ શકશે.
(ખુશીએ કહ્યું કે, યુવાનો આગળ આવશે તો પર્યાવરણની રક્ષા ઝડપથી થઈ શકશે.)

 

17 વર્ષની ખુશીને ભારતની પ્રમુખ બનાવાઈ

સુરતની 17 વર્ષની ખુશી ચિંદાલિયાએ પર્યાવરણનું જતન કરવા માટેના વિચારોને પ્રગટ કરવા માટે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામમાં ઓનલાઈન અરજી કરી હતી. બાદમાં ખુશીના વિચારોથી પ્રભાવિત થઈને ખુશીને ભારતની પ્રાદેશિક પ્રમુખ બનાવવામાં આવી છે. ગ્રીન એમ્બેસેડરનું બિરુદ મેળવેલ ખુશીના પિતા ટેક્સટાઇલ બિઝનેસ ધરાવે છે જ્યારે માતા એસ્ટ્રોલોજર છે . ખુશીએ તેના જીવનનો મોટો હિસ્સો પર્યાવરણની ઉપર કામ કરવામાં વિતાવે છે. ફેબ્રુઆરી 2021 સુધી TEGની સાથે ખુશી વિવિધ જાગૃતિના પ્રોગ્રામ પર કામ કરશે.

પ્રકૃતિ બચાવવા યુવાઓએ આગળ આવવું પડશે

ખુશીએ કહ્યું કે, પ્રકૃતિની અધોગતિ અને તેના પરિણામોની સમજ પ્રત્યેની મારી સંવેદનશીલતાએ મને પ્રેરણા આપી છે. પહેલા જ્યારે હું ન્યુ સિટીલાઈટ વિસ્તારમાં રહેવા આવી એ સમયે મારા ઘરની નજીક ચીકુનું ઝાડ હતું. જે ઘણા પક્ષીઓનું ઘર હતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ પર્યાવરણની જગ્યાએ સ્થાન સિમેન્ટ કોંક્રિટે લઈ લીધું છે. ભારતમાં યુવાવર્ગ વધુ છે. ત્યારે જો પર્યાવરણીય સમસ્યાઓનું એનાલિસિસ કરીને એને યોગ્ય રીતે કાર્ય કરવામાં આવે તો ભારત દેશ પણ પર્યાવરણમાં પણ અગ્રીમતા હાંસલ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here