કિઆએ ઇન્ડોનેશિયામાં 7 સીટર સોનેટ કાર લોન્ચ કરી

0
0

કિઆ મોટર્સે ઇન્ડોનેશિયાના માર્કેટમાં તેનું સબ કોમ્પેક્ટ 7 સીટર સોનેટ વર્ઝન લોન્ચ કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની ટૂંક સમયમાં તેને અન્ય માર્કેટમાં પણ રજૂ કરશે. આ કાર ભારતીય બજારમાં પણ લોન્ચ કરવાની ચર્ચા ચાલી રહી છે. અત્યારે ભારતમાં 5 સીટર સોનેટ મળી રહી છે. ભારતીય બજારમાં કિઆનો માર્કેટ શેર 5.45% છે. તે ટોપ-5 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.

અત્યારે 7 સીટર સોનેટને સૌપ્રથમ ઇન્ડોનેશિયાના માર્કેટમાં ઉતારવામાં આવી છે. ઇન્ડિનય માર્કેટમાં હાજર 5 સીટર મોડેલની તુલનામાં 7 સીટરમાં બહુ ફરક નથી. કંપનીએ તેમાં ત્રીજી રો જોડી દીધી છે.

7 સીટર કિઆ સોનેટમાં નવું શું હશે?

7 સીટર કિઆ સોનેટ સનરૂફ સાથે નહીં આવે. થર્ડ રોમાં બેસનારા પેસેન્જર્સ માટે સેકન્ડ રોના રૂફ પર એસી વેન્ટ લગાવવામાં આવ્યા છે. સેકન્ડ રોના પેસેન્જર્સ માટે એસી વેન્ટ્સને ફ્રંટ રોની સીટ વચ્ચે રાખવામાં આવ્યા છે. કિઆ સોનેટ 7 સીટરની બીજી રોની સીટને પણ રિક્લાઇન કરવામાં આવી શકે છે. એટલે કે, તેને આગળ અને પાછળ કરી શકાશે. થર્ડ રોમાં જવા માટે સેકન્ડ રોની સીટને બેન્ડ કરી શકાશે.

તેમાં 1.5 લિટર ગ્રેમ II સ્માર્ટસ્ટ્રીમ ડ્યુઅલ CVVT એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6,300 rpm પર 115 PS પાવર અને 4,500 rpm પર 144 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે ઇન્ટેલિજન્ટ VT ટ્રાન્સમિશન અને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે.

કારમાં 10.25 ઇંચની LCD ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે, જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. તેમાં મલ્ટિપલ બ્લુટૂથ કનેક્શન, USB અને AUX કનેક્ટિવિટી, વોઇસ રેકગ્નિશન જેવાં ફીચર્સ સામેલ છે.

તેમાં 6 એરબેગ્સ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), બ્રેક આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ આસિસ્ટ કન્ટ્રોલ, ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ, રિઅર કેમેરા, ડાયનેમિક પાર્કિંગ ગાઇડ, રિમોટ એન્જિન સ્ટાર્ટ, વાયરલેસ મોબાઇલ ચાર્જર સામેલ છે.

કિઆ સોનેટ 7 સીટર મોડેલની કિંમત ઇન્ડોનેશિયામાં 199,500,000 ઇન્ડોનેશિયન રૂપિયા (આશરે 10.21 લાખ રૂપિયા) રાખવામાં આવી છે. તેને 6 કલરમાં રજૂ કરવામાં આવી છે. તેમાં ક્લિયર વ્હાઇટ, ઇન્ટેલિજન્સ બ્લુ, ઇન્ટેન્સ રેડ, સ્ટીલ સિલ્વર, ઓરોરા બ્લેક પર્લ અને સીડ ગોલ્ડ સામેલ છે.

ભારતમાં ક્યારે લોન્ચ થશે?

કિઆ ભારતમાં તેની 7 સીટર કારનું ટેસ્ટિંગ કરી રહી છે. તે સોનેટ છે કે અન્ય કોઈ મોડેલ છે તે વિશે પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. ભારતમાં તેની કિંમત અલ્કાઝર જેવી જ રાખવામાં આવી શકે છે. તેની કિંમત 13 લાખ રૂપિયાથી 14 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી શકે છે. આ કાર ટેસ્ટિંગ દરમિયાન પણ ઘણીવાર જોવા મળી ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here