કિઆએ સેલ્ટોસની એનિવર્સરી એડિશન લોન્ચ કરી, પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં આવશે : પ્રારંભિક કિંમત 13.74 લાખ રૂપિયા

0
0

કિઆએ ભારતીય માર્કેટમાં તેની પોપ્યુલર SUV સેલ્ટોસની એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે. સેલ્ટોસની સફળતાને એક વર્ષ પૂર્ણ થવા પર કંપનીએ આ એડિશન લોન્ચ કરી છે. એનિવર્સરી એડિશન HTX ટ્રિમ પર આધારિત છે. તેની એક્સ-શોરૂમ કિંમત 13.74 લાખ રૂપિયા છે.

વેરિઅન્ટ એક્સ-શોરૂમ કિંમત
પેટ્રોલ MTની કિંમત 13.75 રૂપિયા
પેટ્રોલ ATની કિંમત 14.75 રૂપિયા
ડીઝલની કિંમત 14.85 રૂપિયા

 

ઇન્ટિરિયર અને એક્સટિરિયરમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા

કંપનીએ સેલ્ટોસની એનિવર્સરી એડિશનના ઇન્ટિરિયર અને એક્સટિરિયરમાં ઘણો ફેરફાર કર્યો છે. તેમાં સિલ્વર ડિફ્યુઝર ફિન્સ સાથે ટસ્ક શેપ સ્કીડ પ્લેટ્સ, ટેન્ગેરાઈન ફોગ લેમ્પ બેઝલ, બ્લેક વન ટોન ઈન્ટિરિયર, હની કોમ્બ પેટર્નની સાથે રેવેન બ્લેક લેધરેટ સીટ અને 17 ઈંટ ટેન્ગેરાઈન સેન્ટર કેપની સાથે રેવેન બ્લેક અલોય વ્હીલ આપવામાં આવ્યાં છે.

સેલ્ટોસના એનિવર્સરી એડિશનને મોનોટોન, બ્લેક પર્લ અને ડ્યુઅલ ટોનમાં ગ્લેશિયર વ્હાઈટ પર્લની સાથે ઓરોરા બ્લેક પર્લ, સ્ટીલ સિલ્વરની સાથે ઓરોરા બ્લેક પર્લ અને ગ્રેવિટી ગ્રેની સાથે ઓરોરા બ્લેક પર્લ સામેલ છે. તેના મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં રિમોટ એન્જિન સ્ટાર્ટ આપવામાં આવ્યું છે. કારની લંબાઈ પણ મેઇન વેરિઅન્ટની તુલનામાં 60mm વધારે છે.

પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં આવશે

એનિવર્સરી એડિશનને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં સ્માર્ટ સ્ટ્રીમ પેટ્રોલ 1.5 લિટર એન્જિન છે જે 6-સ્પીડ મેન્યુઅલ અને IVT ટ્રાન્સમિશનથી સજ્જ છે. તેમજ 1.5 CRDI VGT ડીઝલ એન્જિન છે જે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here