કિઆએ સોનેટ કારની સ્કેચ ઇમેજીસ રિલીઝ કરી, અંદાજિત કિંમત ₹7 લાખથી ₹12 લાખ વચ્ચે રહેવાની શક્યતા

0
5

દિલ્હી. કિઆ મોટર્સે તેની અપકમિંગ સબકોમ્પેક્ટ SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) સોનેટની ઓફિશિયલ ઇમેજીસ રિલીઝ કરી દીધી છે. આ સ્કેચથી કિઆ સોનેટના એક્સટિરિયર અને ઇન્ટિરિયરની ઝલક જોવા મળી છે. 7 ઓગસ્ટના રોજ કિઆ સોનેટ શોકેસ થશે. કંપનીનું કહેવું છે કે, તેની આ નવી SUV પ્રીમિયમ ડિઝાઇન અને અનેક ફર્સ્ટ ઇન સેગમેન્ટ ફીચર્સ સાથે આવશે.

ન્યૂ ડિઝાઇન
સોનેટ SUVના ફ્રંટમાં કિઆની સિગ્નેચર ટાઇગર નોઝ ગ્રિલ, LED, DRL, LED હેડલેમ્પ અને સ્પોર્ટી ફ્રંટ બંપર મળશે. નવી તસવીરોમાં આ બ્લેક સનરૂફ, સિલ્વર રૂફ રેલ્સ, એલોય વ્હીલ્સ સાથે હેલી વ્હીલ આર્ચ, LED ટેલલેમ્પ, ટેલલેમ્પ્સને કનેક્ટ કરનારી LED સ્ટોપ લાઇટ સ્ટ્રિપ અને મોટા સિલ્વર ફોક્સ સ્કિડ પ્લેટ સાથે છે.

કારમાં 10.25 ઇંચની HD ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
કિઆ સોનેટમાં UVO કનેક્ટેડ કાર ટેક્નોલોજી સાથે 10.25 ઇંચની HD ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, જે આ સેગમેન્ટની કોઇપણ કારમાં પહેલીવાર આપવામાં આવી છે. ડેશબોર્ડ માટે હાઇ ક્વોલિટી મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 3 સ્પોક સ્ટિયરિંગ વ્હીલ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, મોટા સિલ્વર બેઝલ્સ સાથે વર્ટિકલ એર કોન વેન્ટ્સ અને ગિયર લીવરની ચારેબાજુ સિલ્વર બેઝલ આપવામાં આવ્યાં છે.

ફીચર્સ
કિઆની આ નાની SUVમાં Bose સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, સનરૂફ, એર પ્યોરિફાયર, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, રિઅર એસી વેન્ટ્સ, પુશ બટન સ્ટાર્ટ સ્ટોપ અને 360 ડિગ્રી કેમેરા જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, સોનેટ SUVમાં 6 એરબેગ્સ સહિત અનેક પ્રીમિયમ ફીચર્સ મળશે.

એન્જિન ડિટેલ્સ
​​​​​​​કિઆ મોટર્સે અત્યારે સોનેટ SUVના એન્જિન ઓપ્શન વિશે કોઈ જાણકારી આપી નથી. આ કારનું એન્જિન હ્યુન્ડાઈ વેન્યૂમાંથી લેવામાં આવે એવી શક્યતા છે. તેમાં 1.2 લિટરનું નેચરલૂ એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5 લિટરનું ડીઝલ અને 1.0 લિટરનું GDi ટર્બો પેટ્રોલ એન્જિન સામેલ છે. આ SUVમાં 6 સ્પીડ મેન્યુઅલ, 7 સ્પીડ DCT ઓટોમટિક અને ક્લચ લેસ IMT ગિયરબોક્સના ઓપ્શન આપવામાં આવશે.

લોન્ચિંગ અને કિંમત
​​​​​​​​​​​​​​કિઆ મોટર્સની આ નવી SUVને 7 ઓગસ્ટના રોજ અનવીલ કરવામાં આવશે, જ્યારે તેનું લોન્ચિંગ સપ્ટેમ્બરમાં થવાની શક્યતા છે. સોનેટની કિંમત 7 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી શકે છે. માર્કેટમાં આ કારની ટક્કર મારુતિ બ્રેઝા, ટાટા નેક્સન, હ્યુન્ડાઈ વેન્યૂ અને મહિન્દ્રા XUV300 સાથે થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here