ન્યૂ લોન્ચ : Kia Seltos SUV ભારતમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 9.69 લાખ રૂપિયા

0
174

ઓટો ડેસ્કઃ કિઆ સેલ્ટોસ એસયુવી આજે એટલે કે ગુરુવારે લોન્ચ થઈ ગઈ છે. તેની પ્રારંભિક કિંમત 9.69 લાખ રૂપિયા રાખવામાં આવી છે. સેલ્ટોસ બે ડિઝાઇન ઓપ્શનમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. સાઉથ કોરિયાની કંપની કિઆ મોટર્સની ભારતમાં પ્રથમ કાર છે. માર્કેટમાં આ કારની સ્પર્ધા એમજી હેક્ટર, ટાટા હેરિયર અને હ્યુન્ડાઈ ક્રેટા જેવી એસયુવી સાથે થશે. કિઆ સેલ્ટોસ 7 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

 

સેલ્ટોસ બે ડિઝાઇન લાઇન (ટેક લાઇન અને ઝીટી લાઇન)માં આવી છે. કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં આ પહેલી એવી કાર છે, જે બે ડિઝાઇન ઓપ્શનમાં આવી છે. ટેક લાઇન વધુ પ્રીમિયમ અને ફેમિલી ઓરિએન્ટેડ સ્ટાઇલથી બનાવવામાં આવી છે. જ્યારે ઝીટી લાઇનની સ્ટાઇલિંગ સ્પોર્ટી છે. જે યૂથને વધુ આકર્ષશે.

 

આ એસયુવીનો દેખાવ મોટાભાગે ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવેલી Kia SP કોન્સેપ્ટ જેવો જ છે. એસયુવીના ફ્રંટમાં કિઆની સિગ્નેચર ટાઇગર નોઝ ગ્રિલ આપવામાં આવી છે. જેની ચારેબાજુ ફોક્સ સિલ્વર ફિનિશ છે. આ કારમાં સ્લિક એલઈડી હેડલેમ્પ, LED DRL અને LED ટેલલેમ્પ્સ આપવામાં આવ્યા છે. સેલ્ટોસમાં 17 ઈંચનાં એલોય વ્હીલ્સ, ફ્લોટિંગ રૂફ, સનરૂફ અને રૂફ રેલ્સ છે.

ઈન્ટિરિયર

 

આ 5 સીટર કાર અંદરથી પ્રીમિયમ લાગે છે. તેમાં ઓછાં બટનો સાથે સ્પષ્ટ દેખાય એવું ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. કેબિનમાં 10.5 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 8 ઈંચની હેડ્સ-અપ ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત, તેમાં આરામદાયક સીટ્સ અને સ્પોર્ટી સ્ટિરયરીંગ વ્હીલ આપવામાં આવ્યું છે. આ એસયુવીમાં 8 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, સ્માર્ટ એર પ્યૂરિફાયર અને પાછળની સીટ્સના પેસેન્જર્સ માટે એસી વેન્ટ્સ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

કનેક્ટેડ કાર

 

કિઆ સેલ્ટોસ કનેક્ટેડ કાર છે. તેમાં UVO Connect નામની કનેક્ટિવિટી સિસ્ટમ છે. UVO Connect સિસ્ટમમાં 5 કેટેગરી (નેવિગેશન, સેફ્ટી-સિકોરિટી, વ્હીકલ મેનેજમેન્ટ, રિમોટ કન્ટ્રોલ અને ક્નીવિયન્સ) હેઠળ 37 ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ કનેક્ટેડ સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વોઇસ કમાન્ડ, સ્ટોલેન વ્હીકલ ટ્રેકિંગ અને ઈમ્મોબિલાઇઝેશન, સેફ્ટી અલર્ટ, રિમોટ એન્જિન સ્ટાર્ટઅપ-સ્ટોપ અને એર પ્યૂરિફાયર માટે રિમોટ કન્ટ્રોલ જેવી સુવિધાઓ આપે છે.

સેફ્ટી

 

સેફ્ટી માટે આ એસયુવીમાં 6-એરબેગ, ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ), 360 ડિગ્રી કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ કન્ટ્રોલ, ફ્રંટ અને રીઅર પાર્કિંગ સેન્સર, બ્લાઇન્ડ સ્પોટ વ્યૂ મોનિટર, ચારેય વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આપવામાં આવી છે. સેલ્ટોસના રીઅર-વ્યૂ મિરરમાં ત્રણ બટનો છે, જેનો ઉપયોગ રોડ સાઇડ આસિસ્ટન્ટ બોલાવવા અથવા ઈમરજન્સીમાં કોલ સેન્ટરને મેસેજ મોકલવા માટે કરી શકાય છે.

એન્જિન, એવરેજ અને સ્પીડ
કિઆ સેલ્ટોસમાં એન્જિનના ત્રણ વિકલ્પો છે. જેમાં 1.4 લિટર પેટ્રોલ ટર્બોચાર્જ્ડ, 1.5-લિટર પેટ્રોલ અને 1.5 લિટરનું ડીઝલ એન્જિન સામેલ છે. આ ત્રણેય એન્જિન BS-6 નોર્મ્સ અનુસાર છે.

1.4 લિટર એન્જિન
સેલ્ટોસમાં આપવામાં આવેલું 1.4 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 138hp પાવર અને 242Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન આપવામાં આવ્યા છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે તેની એવરેજ 16.1 કિમી અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે લિટર દીઠ 16.5 કિમી છે. આ એન્જિન 9.7 સેકંડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લેશે.

1.5 લિટર પેટ્રોલ
1.5 લિટર પેટ્રોલ એન્જિન 113hp પાવર અને 144Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને CVT ગિયરબોક્સના વિકલ્પો છે. તેની એવરેજ મેન્યુઅલ ગિયરબોક્સમાં 16.5 કિલોમીટર અને કેપીએલ અને CVT ગિયરબોક્સમાં 16.8 કિલોમીટર પ્રતિ લિટર છે. આ એન્જિન 11.8 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડશે.

1.5 લિટર ડીઝલ
સેલ્ટોસનું 1.5 લિટર ડીઝલ એન્જિન 113hp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો મળશે. તેની એવરેજ પ્રતિ લિટર 21 કિલોમીટર અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે લિટર દીઠ 18 કિલોમીટર છે. આ એન્જિન 11.5 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર સુધીની ઝડપ પકડી લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here