શોકેસ : કિઆની નવી ગાડી Seltos Gravity શોકેસ થઈ, કારમાં એક્સક્લૂઝિવ ગ્રે ફિનિશિંગ મળશે

0
6

દિલ્હી. કોરિયન કાર કંપની કિઆ મોટર્સે તેની પોપ્યુલર SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) Seltosનું અપડેટેડ મોડેલ શોકેસ કર્યું છે. 2021 કિઆ સેલ્ટોસમાં પહેલા કપતાં હવે વધારે સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ સાથે જ કંપની Kia Seltosનું એક નવું ટોપ વેરિઅન્ટ સેલ્ટોસ ગ્રેવિટી લઇને આવી છે. કિઆ સેલ્ટોસ ગ્રેવિટીનો લુક અને ઇન્ટિરિયર અન્ય વેરિઅન્ટ્સ કરતાં અલગ છે. અપડેટેડ સેલ્ટોસ અને સેલ્ટોસ ગ્રેવિટીને અત્યારે સાઉથ કોરિયામાં શોકેસ કરવામાં આવી છે.

સેલ્ટોસના નવા ટેપ વેરિઅન્ટ ગ્રેવિટીમાં અન્ય વેરિઅન્ટ કરતાં અલગ 3 ડાયમેન્શનલ ડિઝાઇન એલિમેન્ટ્સ સાથે નવી ક્રોમ ફ્રંટ ગ્રિલ અને નવી સ્ટાઇલના ડ્યુઅલ ટોન 18 ઇંચના મશીન્ડ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. કંપનીએ સેલ્ટોસના આ નવા વેરિઅન્ટમાં આઉટ સાઇડ રિઅર વ્યૂ મિરર્સ, ડોર ગાર્નિશ અને રિઅર સ્કિડ પ્લેસ પર સિલ્વર ફિનિશ આપવામાં આવ્યું છે.

ઇન્ટિરિયર
સેલ્ટોસ ગ્રેવિટીમાં એક્સક્લૂઝિવ ગ્રે કલરમાં આપવામાં આવ્યો છે. કોરિયા, અમેરિકા અને રશિયામાં સેલ્ટોસનું લેફ્ટ હેન્ડ ડ્રાઇવ મોડેલ વેચાય છએ, જેનું ડેશબોર્ડ લેઆઉટ ભારતમાં વેચાતા રાઇડ હેન્ડ ડ્રાઇવ મોડેલ કરતાં થોડું અલગ છે. સેલ્ટોસના ઇન્ડિયન મોડેલમાં ટચસ્ક્રીન અને ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ માટે કો-જોઇન્ડ હાઉસિંગ છે, જ્યારે લેફ્ટ હેન્ડ ડ્રાઇવ મોડેલમાં ટચ ડિસ્પ્લે અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે અલગ લેઆઉટ આપવામાં આવ્યું છે.

સેલ્ટોસ ગ્રેવિટીમાં હાઇ એન્ડ સેફ્ટી અને સિક્યોરિટી ફીચર
સેલ્ટોસ ગ્રેવિટીમાં હાઇ એન્ડ સેફ્ટી અને સિક્યોરિટી ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં ફોરવર્ડ કલિજન પ્રિવેન્શન આસિસ્ટન્ટ સિસ્ટમ અને રિઅર પેસેન્જર નોટિફિકેશન સામેલ છે. રિઅર પેસેન્જર નોટિફિકેશન ફીચર પાછળ બેસતા પેસેન્જરના કારમાંથી ઉતરવા દરમિયાન ડ્રાઇવરને રિમાઇન્ડ કરાવે છે.

ગ્રેવિટી વેરિઅન્ટમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી અને UVO કનેક્ટેડ કાર ટેક્નોલોજી સાથે 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટલ કંસોલ, પ્રીમિયમ બોસ સાઉન્ડ સિસ્ટમ, ઓટોમેટિક એસી, વાયરલેસ ફોન ચાર્જર અને રિમોટ એન્જિન સ્ટાર્ટ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર
બીજીબાજુ અપડેટેડ સેલ્ટોસ (2021 Kia Seltos)માં કિઆએ હવે લેન કીપ આસિસ્ટ અને હાઇ બીમ આસિસ્ટ ફંક્શન જેવાં સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર સામેલ કરી દીધાં છે.

એન્જિન ડિટેલ્સ
સેલ્ટોસ ગ્રેવિટીના કોરિયન મોડેલમાં બે એન્જિન ઓપ્શન છે. તેમાં 177bhp પાવરવાળું 1.6 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ અને 136bhp પાવરવાળું 1.6 લિટર ડીઝલ એન્જિન સામેલ છે. એન્જિન 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. બંને એન્જિન સાથે ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

સેલ્ટોસ ગ્રેવિટી ભારતમાં લોન્ચ થશે કે નહીં?
સેલ્ટોસ ગ્રેવિટી ભારતમાં લોન્ચ થવા અંગે હજી કિઆ મોટર્સ દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી. જો કે, થોડા સમયમાં કંપની આને સ્પેશિયલ એડિશન તરીકે ભારતમાં લોન્ચ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here