સુરતમાં એક ચોંકાવનારી ઘટનામાં 11 વર્ષની બાળકીને તેના પિતાનાં દેખતા જ ઉઠાવીને તેની પર આખી રાત દુષ્કર્મ આચરવામાં હતું. સુરતમાં વેસુ વિસ્તારમાં સર્કસ જોઇ પરત ફરી રહેલાં પિતાની નજર સામે જ એક વ્યક્તિએ તેની 11 વર્ષની પુત્રીનું અપહરણ કર્યું હતું. મોપેડ પર આવેલ આ વ્યક્તિએ મદદ કરવાના બહાને દીકરીનું અપહરણ કર્યું હતું. એ પછી તેની સાથે આખી રાત દુષ્કર્મ કર્યા બાદ સવારે તેને ઘર નજીક છોડી દીધી હતી.
આ ઘટના પછી સુરતનાં ઉચ્ચ અધિકારીઓ ખટોદરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. બાળકીને તાત્કાલિક સુરત સીવીલ હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ માટે ખસેડવામાં આવી હતી. બાળકીનાં થાપા પર નખોરીયાનાં નીશાન મળી આવ્યા હતાં. સાથે જ હોઠ પર કરડવાનાં અને છાતી પર પણ નખોરીયાનાં નીશાન મળ્યાં હતાં.
વિગતે જઇએ તો પિતા તેમની ત્રણ દીકરી અને દીકરાએ વેસુમાં સર્કસ બતાવવા લઇ ગયા હતા. સર્કસ જોઇને નીકળ્યા પછી ભારે વરસાદમાં તેમનું બાઇક ચાલુ ન થતા એક અજાણ્યા યુવકે તેમને મદદ કરવાની તૈયારી બતાવી હતી. મદદ કરનાર અજાણી વ્યક્તિએ બે દીકરીઓને પોતાના મોપેડ પર બેસાડી હતી અને પિતાએ બીજા બે સંતાનોને તેમની બાઇક પાછળ બેસાડ્યા હતા.અજાણી વ્યક્તિએ તેના મોપેડ દ્રારા બાઇકને ધક્કો મારી તેમના ઘરે છોડવાનું આશ્વાસન આપ્યું હતું. યુવકની વાતમાં આવીને પિતાએ બંને બાળકીઓને તેના મોપેડ પર બેસાડી હતી. ત્યારબાદ આરોપી ભટાર નજીક ઘર આવતા જ મોપેડ સવારે જોરદાર બાઇકને ધક્કો મારી બન્ને મોટી દીકરીઓ લઈ ભાગી ગયો હતો. ઘરેથી થોડે દુર નાની દીકરીને ઉતારી મોટી દીકરીનું અપહરણ કરી ગયો હતો.
પિતા,માતા અને તેમના પરિવારે આખી રાત દીકરી ને શોધી પણ ના મળી બાદમાં સવારે 5 વાગ્યે અપહરણકર્તા દીકરીને ઘર નજીક છોડીને ભાગી ગયો હતો. દીકરી ઘરે આવ્યા બાદ માતા એ પૂછપરછ કરી હતી. ત્યારબાદ ખટોદરા પોલીસને ફરી જાણ કરાઈ હતી. પોલીસ માસૂમ કિશોરીને તબીબી તપાસ માટે સુરત સિવિલ લઈ આવી હતી. 11 વર્ષની દીકરી સાથે બદકામ થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.