સુરત : અપહરણ કરાયેલી સગીરાની મળી ભાળ : દેહ વેપારમાં ધકેલી દીધાનો ખુલાસો

0
0

ગુમ થયેલી કિશોરીને પોલીસે ફોન કોલ પરથી શોધી કાઢી, તરુણી પાસે દેહવેપાર કરાવાતા હોવાનો ખુલાસો

સુરતના પુણા વિસ્તારમાં ગૂમ થયેલી કિશોરી મળી આવી છે. સગીરાનું ત્રણ મહિના પહેલા અપહરણ થયું હતું. આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

બે દિવસ પહેલા તેણીએ અજાણ્યા ફોન નંબર ઉપરથી પિતાનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં ડીસીબી પોલીસે (DCB Police) પગેરૂ શોધીને ગુમ થયેલી સગીરાને અંકલેશ્વર ખાતેથી શોધી કાઢી છે. સગીરાએ પોલીસ સમક્ષ જણાવ્યુ છે કે, ઝાકીર નામના યુવાને તેણીને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. હાલ પોલીસે ઝાકીરની શોધખોળ શરૂ કરી છે.

જણાવી દઈએ, પુણા પોલીસ મથક હેઠળ વિસ્તારમાં રહેતાં એક પરિવારના પતિ-પત્ની બંને ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરે છે. તેમની ત્રણ પુત્રી, એક પુત્ર સાથે જીવન ગુજારી રહ્યા હતા. દરમિયાન 14 વર્ષની દીકરી ત્રણ માસ અગાઉ રહસ્યમય રીતે ગુમ થઈ હતી. આ અંગે પુણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

જોકે પોલીસ દ્વારા લાંબી તપાસ બાદ કોઇ જ પત્તો લાગ્યો ન હતો. પરંતુ અચાનક 21 મેના રોજ સગીરાના પિતા પર ફોન આવ્યો હતો. સગીરાએ પિતા સમક્ષ સમગ્ર વ્યથા જનાવી હતી. બાદમાં પોલીસે કોલ ડિટેલને આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસમાં જોડાયને મોબાઇલ ફોન નંબરના આધારે પગેરૂ શોધીને મુંબઇ અને પછી ગુમ થયેલી મીના અંકલેશ્વર ખાતે હોવાનું બહાર આવ્યું હતું.

ડીસીબી પોલીસે અંકલેશ્વર ખાતેથી મીનાને શોધી કાઢીને પુણા પોલીસ મથકે લઇ આવી હતી. પોલીસે તેણીને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ તપાસ અર્થે મોકલીને કયાં કયાં લઇ જવામાં આવી હતી. એ બાબતે પૂછપરછ કરતાં ઝાકીર નામનો યુવાન ઉઠાવી ગયો હતો. ઉપરાંત તેણીને અજાણ્યાઓ સાથે શરીર સબંધ બાંધવા દબાણ કરતો હતો.

સગીરાએ પોલીસ સમક્ષ જણાવ્યુ છે કે, ઝાકીર નામના યુવાને તેણીને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. હાલ પોલીસે ઝાકીરની શોધખોળ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here