J&K : આતંકીઓએ બે વ્યક્તિઓના અપહરણ પછી પુલવામાના જંગલમાં એકની હત્યા કરી

0
23

ત્રાલ: જમ્મુ-કાશ્મીર પર મોદી સરકારના નિર્ણય પછી આતંકીઓ દ્વારા પ્રથમ વખત એક મોટી હરકત કરવામાં આવી છે. પુલવામાના ત્રાલમાં સોમવારે આતંકીઓએ જંગલમાંથી ઘુમંતૂ ગુજ્જર સમુદાયના બે લોકોનું અપહરણ કરી લીધું હતું. ત્યારપછી આતંકીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સેનાએ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી હત્યાની આ પહેલી ઘટના છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ આતંકીઓએ પુલાવામા જિલ્લાના જંગલ વિસ્તારમાંથી ઘુમંતૂ ગુજ્જર સમુદાયના 2 લોકોનું અપહરણ કર્યું હતું અને તેમાંથી એકની હત્યા કરી દેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે પુલવામા જિલ્લાના ત્રાલ સેક્ટરમાં સાંજે 7 વાગે એક અસ્થાયી આશ્રયગૃહ ‘ઢોક’થી અજાણ્યા હથિયારબંધ લોકોએ રાજૌરી જિલ્લાના અબ્દુલ કાદિર કોહલી અને શ્રીનગરના ખોનમોહ વિસ્તારના મંજૂક અહમદનું અપહરણ કરી લીધું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ઘણાં સર્ચ ઓપરેશન પછી પોલીસને અબ્જદુલ કાદીક કોહલીની લાશ મળી હતી. ઘણી બધી ગોળીઓ મારીને તેની હત્યા કરવામાં આવી હતી. હવે રેસ્ક્યુ ટીમ બીજી વ્યક્તિને શોધી રહી છે.

ભારતીય જનતા પાર્ટીની આગેવાની વાળી એનડીએ સરકારે 5 ઓગસ્ટથી જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખતમ કરી છે અને રાજ્યના ભાગલા પાડ્યા પછી આવી પ્રથમ ઘટના બની છે. સરકારના નિર્ણય પછી ખીણ વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જોકે નિર્ણયના 22 દિવસ પછી પણ સરકારે ત્યાંની સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયત્ન કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here