હારિજ : પ્રેમપ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ, ઉશ્કેરાયેલા ભાઇઓએ બહેનની સામે જ પ્રેમીને ઉતારી દીધો મોતને ઘાટ

0
7

પાટણના હારિજમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રેમી સાથે ઉભેલી જોઇ બહેનના બે ભાઇઓએ યુવકને રહેંશી નાખ્યો હતો. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરકપડ કરી છે.

ગઈ કાલે હારીજમાં શિશુ મંદિર પાછળના ખેતરમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. હત્યા કરેલી હાલતમાં યુવકની લાશ મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી, ગણતરીની કલાકોમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જેમાં પ્રેમપ્રકરણ નું કારણ સામે આવતા ત્રણ હત્યારાઓને દબોચી લીધા હતા.

ઘટનાની વિગત મુજબ, હારિજમાં શિશુમંદિર સ્કૂલની પાછળના ભાગમાં આવેલા ખેતરમાં હારીજના અમૃતપુરામાં રહેતો ભુરાભાઈ રામાભાઇ કાગસીયા મલ (ઉં.વ. 22) તેની પ્રેમીકા સાથે વાત કરી રહી હતો. આ સમયે જ તેના ભાઈઓ શૈલેષજી ખેંગારજી ઠાકોર અને સંજયજી ખેંગારજી ઠાકોર આવી ગયા હતા. તેમજ બહેનને પ્રેમી સાથે ઉભેલો જોઇને ઉશ્કેરાઇ ગયા હતા.

યુવતીને તેના બનેવી લાલાજી ઠાકોરે પકડી રાખી હતી. તેમજ શૈલેશજી ઠાકોર અને સંજયજી ઠાકોરે બહેનના પ્રેમીને રહેંશી નાંખ્યો હતો. પ્રેમી ભુરા ભાઇને મોતને ઘાટ ઉતારી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંચિત બન્યા હતા. અને શોધખોળ હાથ ધરી હતી.

શોધખોળ દરમિયાન શિશુમંદિર સ્કૂલ ની પાછળના ભાગમાં આવેલા ખેતરમાં ભુરાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. તપાસ કરતાં ઝાપટપુરામા રહેતાં નીતિન ઠાકોરે આ સમગ્ર હકિકત મૃતક ભૂરાના પરિવારજનોને જણાવી હતી.

નીતિને જણાવ્યું હતું કે, ભુરો એક યુવતી સાથે હતો અને યુવતીના ભાઇ શૈલેષજી ઠાકોર અને સંજયજી ઠાકોર ભુરાને માર મારતા હતાં. જ્યારે યુવતીના બનેવી લાલાજી ઠાકોરે યુવતીને પકડી રાખી હતી. જેને પગલે ખેતરની ચારે બાજુ તપાસ કરતા ભૂરો એક વાડના ખૂણામાં ઝાડ નીચે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.

તો બીજી તરફ આ મામલે પોલીસે ત્રણેય આરોપી શૈલેશજી ખેંગારજી ઠાકોર, સંજયજી ખેંગારજી ઠાકોર અને લાલાજી કેશાજી ઠાકોરને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here