Monday, October 25, 2021
Homeવડોદરા : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ધો.10 ના વિદ્યાર્થીની હત્યા : ખેતરમાંથી...
Array

વડોદરા : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ધો.10 ના વિદ્યાર્થીની હત્યા : ખેતરમાંથી મળી લાશ.

વડોદરાના દેણા ગામના ખેતરમાંથી ધો. 10માં ભણતા વિદ્યાર્થીનો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ હતી. શહેરની વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતો અંકિત પ્રજાપતિ ગઈકાલ સાંજથી લાપતા હતો. તેની છાતી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યાના નિશાન હોવાથી હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાની આશંકા છે. વિદ્યાર્થીની લાશ મળતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

ઘટનાની વિગત મુજબ, વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અંકિત વિશાલ પ્રજાપતિ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વિશાલનો પરિવાર કપૂરાઈ ગામમાં રહે છે. બુધવારે સાંજે અંકિત તેના મિત્રો સાથે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. તમામ મિત્રો કાર લઈને લગ્નમાં ગયા હતા. ત્યારે મોડી રાત સુધી અંકિત પરત ઘરે ફર્યો ન હતો. તેથી આખી રાત પરિવારજનોએ તેની શોધખોળ ચલાવી હતી.

વહેલી સવારે દેણા ગામ પાસે એક લાશ મળી આવી હતી. જેથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે લાશની તપાસ કરતા તેમાંથી મોબાઈલ નંબર અને ફોટો મળી આવ્યો હતો. જેથી પોલીસે મોબાઈલ નંબર પર જાણ કરતા અંકિતના પરિવારજનો પહોંચ્યા હતા. ત્યારે પરિવારજનોએ તપાસ કરતા મૃતદેહ અંકિતનો હોવાનું સામે આવ્યું છે.

મૃતકના કાકાએ જણાવ્યું હતું કે, બુધવારે સાંજે 7:30 વાગ્યે અંકિતના મિત્રો કાર લઇને લગ્ન પ્રસંગે લઇ જવા માટે તેના ઘરે લેવા માટે આવ્યા હતા. અંકિતને તેના મિત્રને સોનાની ચેઇન આપવાની હોવાથી તેની માતા પાસેથી સોનાની ચેઇન સાથે લઇને ગયો હતો. જોકે મોડી રાત સુધી ઘરે પરત ફર્યો નહોતો

અંકિતના ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરવામાં આવી હતી. અંકિતના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અંકિતના પિતા મિસ્ત્રી કામ કરે છે. ત્યારે પરિવારનો પુત્ર આ રીતે મળતા પરિવાર ભાંગી પડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments