Thursday, April 17, 2025
HomeગુજરાતGUJARAT: યુવાનની હત્યા કર્યા પછી બે ભાઇઓ અગાશી પર જઇને સંતાઇ ગયા

GUJARAT: યુવાનની હત્યા કર્યા પછી બે ભાઇઓ અગાશી પર જઇને સંતાઇ ગયા

- Advertisement -

અટલાદરા ચાણક્ય નગરીમાં ૧૯ વર્ષના યુવાન પર  ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી  હત્યા કર્યા પછી બંને ભાઇઓ અન્ય બ્લોકની અગાશી  પર જઇને સૂઇ ગયા હતા.અટલાદરા પોલીસે મોબાઇલ ફોનના લોકેશનના આધારે બંને ભાઇઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.અટલાદરા ચાણક્ય નગરી વુડાના મકાનમાં રહેતો   પવન મહેન્દ્રભાઇ ઠાકોર રાતે  ચાણક્ય નગરી વુડાના મકાનમાં રહેતા પ્રકાશ સોમાભાઈ રોહિતના લગ્ન હોવાના કારણે ગરબા ચાલતા હતા મારો ભાઇ ગરબા જોવા ઉભો હતો.

તે દરમિયાન પ્રકાશના નાના ભાઈ અજયે રાત્રે સાડા દશ વાગ્યે આવી પવન પાસે આવીને જૂની અદાવત રાખી ઝઘડો કર્યો હતો.તેના મોટા પપ્પાના દીકરા હાદક અને પાર્થ આવી ગયા હતા. તેઓએ  પ્રકાશનું લગ્ન હોય આપણે ઝઘડો કરવો નથી તેમ કહીને ઘરે જવાનું કહેતા પવન અનેે તેની બહેન ઘરે જતા હતા. તે દરમિયાન રાતે સવા અગિયાર વાગ્યે પાછળથી પ્રકાશ તથા તેનો ભાઈ અજય દોડીને આવ્યા હતા.  પ્રકાશ તથા તેની માતાએ  પવનને પકડી રાખ્યો હતો અને અજયે ચપ્પુ વડે મારા ભાઈને પેટની પાછળ, ખભા, ગળા તથા  માથા પર ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કર્યા પછી બંને ભાઇઓ બીજા બ્લોકની અગાશી  પર જઇને સૂઇ ગયા હતા.  પરંતુ, અટલાદરા પોલીસે મોબાઇલના લોકેશનના આધારે બંનેને અગાશી પરથી ઝડપી પાડયા હતા. જ્યારે તેની માતાને ઘરેથી પકડી લીધી હતી. આવતીકાલે પોલીસ દ્વારા હત્યાની ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular