Friday, March 29, 2024
Homeબધાના દાવા, સસ્પેન્સ યથાવત્ : હવે દક્ષિણ કોરિયાએ કહ્યું- કિમ જોંગ છેલ્લા...
Array

બધાના દાવા, સસ્પેન્સ યથાવત્ : હવે દક્ષિણ કોરિયાએ કહ્યું- કિમ જોંગ છેલ્લા 14 દિવસથી ઉત્તર કોરિયાના વોન્સાન શહેર, જીવતા છે-સ્વસ્થ છે

- Advertisement -

બેઈજિંગ/પ્યોંગયાંગ. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન (36 વર્ષ)ની  તબિયતને લઈને બે અલગ-અલગ દાવા કરાયા છે. શનિવાર મોડી રાત્રે હોંગકોંગની એક ચેનલે પોતાના રિપોર્ટમાં કિમના મોતની વાત કહી હતી. જ્યારે દક્ષિણ કોરિયાના મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે હાર્ટ સર્જરી પછી કિમ સ્વસ્થ છે અને એક રિસોર્ટમાં ફરી રહ્યા છે. ચીને કિમના સ્વાસ્થ્યને લઈને વિશ્વભરમાં ચાલી રહેલી અટકળો વચ્ચે પોતાના ડોક્ટરોની ટીમ ઉત્તર કોરિયા મોકલી છે.

ચીન મેડીકલ ટીમના એક સભ્યએ જાપાનના મેગેજીનને જણાવ્યું હતું કે કિમ જોંગ છેલ્લા કેટલાક મહિનાથી હાર્ટની બિમારીથી પરેશાન હતા અને થોડા દિવસ પહેલા જ તે ચક્કર આવતા પડી ગયો હતો.  તેને હોસ્પિટલમાં દાખલ કરાયો. તેની સર્જીરી પણ થઈ ચૂકી છે. હવે હાર્ટમાં સ્ટેંટ ફીટ કરવાની જરૂર પડી શકે છે. બીજીતરફ દક્ષિણ કોરિયા અને ચીનના અધિકારીઓએ તાનાશાહના રિકવર થવાના રિપોર્ટને નકાર્યા છે. તેઓએ કહ્યું છે કે સર્જરી પછી કિમને જીવનું જોખમ છે. થોડા દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ બીમાર હોવાના અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.

ચીનમાં કિમના મોતના મેસેજ વાયરલ

બેઈજિંગ સંચાલિત હોંગકોંગની એચકેએસ ટીવી ચેનલના રિપોર્ટ મુજબ કિમ જોંગઉનનું મોત થઈ ચૂક્યું છે. ઈન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સના રિપોર્ટ મુજબ ચીનની મેસેજિંગ એપ વીબો ઉપર કિમના મોતના સમાચાર વાઈરલ થઈ રહ્યા છે. અન્ય રિપોર્ટમાં બેઈજિંગના સૂત્રો મુજબ કહેવાયું છે કે કિમના હાર્ટમાં સ્ટેંટ ફીટ કરવાના ઓપરેશનમાં ભૂલ થઈ છે, કારણ કે એક સર્જનના હાથ ધ્રુજી રહ્યા હતા.

કિમ રિસોર્ટમાં ફરી રહ્યા હોવાનો પણ દાવો

દક્ષિણ કોરિયાના એક મીડિયા રિપોર્ટમાં અલગ દાવો કરાયો છે. ઓસ્ટ્રેલિયાની ચેનલ 7 પણ આ રિપોર્ટને દર્શાવ્યો હતો. આ મુજબ કિમ રિસોર્સમાં છે. અહીં તે પોતાની ખાનગી ટ્રેન અને અમુક સ્ટાફ સાથે આ રિસોર્ટમાં ગયો છે. અહીં તેને ફરતો બતાવવામાં આવ્યો છે. વાસ્તવમાં તાનાશાહના કેટલાક નજીકના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. ત્યાર પછી તેણે રાજધાની છોડવાનો નિર્ણય કર્યો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular