Wednesday, September 29, 2021
Homeકિમ શર્મા અને લિએન્ડર પેસ જાહેરમાં માસ્ક પહેર્યા વગર
Array

કિમ શર્મા અને લિએન્ડર પેસ જાહેરમાં માસ્ક પહેર્યા વગર

ગયા મહિને કિમ શર્મા અને લિએન્ડર પેસ ડેટ કરી રહ્યા હોવાની માહિતી હતી. આ યુગલ ગોવાના દરિયા કિનારે વેકેશન માણતા હતા ત્યારની તસવીરો વાયરલ થઇ હતી. બન્ને એક બીજાના સાંનિધ્યમાં ખુશખુશાલ અને સંતુષ્ટ દેખાતા હતા. હાલમાં જ આ પ્રેમી યુગલ મુંબઇમાં રોમેન્ટિક ફરતું જોવા મળ્યું હતું.

સોશિયલ મીડિયા પર કિમ અને લિએન્ડર પેસની તસવીર જોવા મળી રહી છે. બન્ને જણા કિમના ડોગ સાથે વોક પર નીકળ્યા હોવાના જોવા મળે છે. બન્ને વોક કરતા હતા પરંતુ તેમણે માસ્ક પહેર્યો ન હોવાથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઆ છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં કિમ અને લિએન્ડર માસ્ક પહેર્યા વગરના જોવા મળ્યા હોવાથી યુઝર્સોએ ટીપ્પણી કરી છે.

એક યુઝરે શેર કહ્યું હતું કે, માસ્ક ન પહેર્યા હોવાથી તેમને મહત્વ આપવાની જરૂર નથી.

તો વળી અન્ય એક યુઝરના અનુસાર, ઉમ્મમમ માસ્ક ? શું માસ્ક પહેરવું જરૂરી નથી કિમ અને લિએન્ડર ?

આ પ્રેમી યુગલની તસવીર ગયા મહિને પણ ગોવાના એક રેસ્ટોરન્ટ બારમાં જોવા મળી હતી. જેમાં ટેનિસ ટેમ્પિયન અને અભિનેત્રી સાથે લંચ અથવા ડિનરનો આનંદ માણી રહ્યા હતા. તેમજ અન્ય એક તસવીરમાં લિએન્ડર કિમને ભેટતો જોવા મળ્યો હતો.

લિએન્ડ પેસ અને રિયા પિલ્લાઇ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. ત્યારે તેમનેએક પુત્રી થઇ હતી. ૨૦૦૫માં લિવ નિ રિલેશનશિપમાં હતા અને આ પછી બન્ને અલગ થઇ ગયા.

જ્યારે કિમ અને હર્ષવર્ધન રાણેના પ્રેમ સંબંધની ચર્ચા હતી. આ યુગલ ડેટ કરી રહ્યા હોવાની વાત હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments