“હેપ્પી બર્થ-ડે” વિરાટ કોહલી : ‘કિંગ કોહલી’ના એવા રેકોર્ડ જેને તોડતા પરસેવો છૂટી જશે

0
30

ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને ક્રિકેટ જગતમાં ‘રન મશીન’ના નામે ઓળખાતા વિરાટ કોહલીનો આજે બર્થ ડે છે. વિરાટ કોહલીના નામે ઘણા એવા રેકોર્ડ્સ છે જેને તોડવા કોઈ પણ ખેલાડી માટે એક મોટો પડકાર બની થઈ શકે છે. આપને જણાવી દઈએ કે કોહલી એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સતત ચાર સીરીઝમાં 2 બેવડી સદી ફટકારી છે.

વર્ષ 2016થી લઈ 2017 વચ્ચે 4 ટેસ્ટ સીરીઝ દરમિયાન વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવી હતી. તેની પહેલા સર ડોન બ્રેડમેન અને રાહુલ દ્રવિડે 2003-04 આ પરાક્રમ કર્યું હતું. વિરાટ કોહલી ભારત માટે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર બેટ્સમેન છે. કોહલીએ અત્યાર સુધી 7 વખત બેવડી સદી ફટકારી છે. જોકે, વનડેમાં અત્યાર સુધી કોહલીએ બેવડી સદી ફટકારી નથી. ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી સર ડોન બ્રેડમેને 12 વખત ફટકારી છે.

એક વર્ષમાં વન ડેમાં 6 સદી ફટકારી

આ ઉપરાંત, કોહલીએ એકમાત્ર એવો કેપ્ટન છે જેણે વન ડે ક્રિકેટમાં એક વર્ષમાં 6 સદી ફટકારી છે. કોહલીએ વર્ષ 2017માં 6 સદી ફટકારી હતી. જ્યારે એક ખેલાડી તરીકે સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરનાનામે છે. તેમણે 1998 માં 9 સદી ફટકારી હતી. આ સિવાય વન ડેમાં સૌથી ઝડપી 8000, 9000, 10000 અને 11000 રન બનાવનાર કોહલી એકમાત્ર બેટ્સમેન છે. કોહલીએ 175 ઇનિંગ્સમાં 8000 રન, 194 ઇનિંગ્સમાં 9000 રન, 205 ઇનિંગ્સમાં 10,000 રન અને 222 ઇનિંગ્સમાં 11,000 રન પૂરા કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here