અંબાજીના ભાટવાસ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા..

0
0
ભારતના પ્રધાન મંત્રી માનનીય નરેન્દ્રભાઇ મોદી સ્વચ્છ ભારત અભિયાન મિશન લઈ આખા ભારતમાં ફરતા હોય છે ત્યારે મોદી સાહેબના ગુજરાતમાંજ જાણે અંબાજી ગ્રામ પંચાયત સ્વચ્છતા અભિયાનનું સૂરસુરીયું કરતી હોય તેવું લાગી રહ્યું છે અંબાજી નો સૌથી મોટો એવો રહેણાક વિસ્તાર ભાટવાસ ગણાય છે આ વિસ્તાર માં આવેલો એક માલિકીના ખાલી પ્લોટ માં અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ભાટવાસ ના આસપાસ ના વિસ્તાર નો કચરો ઠાલવવામાં આવે છે તેવો આક્ષેપ ત્યાના સ્થાનિક લોકોએ અંબાજી ગ્રામ પંચાયત પર કર્યો છે એટલું જ નહીં સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ ગંદકી  જે કેટલાય સમયથી છે આના કારણે અમારા બાળકોને દર બીજા ત્રીજા દિવસે હોસ્પિટલ લઈ જવા પડે છે.
એટલું જ નહીં આ ગંદકીને લઈ અમે પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી છે પણ પંચાયતના સત્તાધીશો અમારી અવાજ નથી  સાંભળી રહ્યા તેવું લાગી રહ્યું છે પંચાયતના સત્તાધીશો ને રજૂઆત કરવામાં આવે ત્યારે આજ આવીએ કાલે આવીએ તેમ કહી અને વાત ને ટાળી દેતા હોય છે એટલું જ નહીં આ ગંદકી  ના લીધે જે હાલમાં વિશ્વમાં કોરોના ની બીમારી ફાટી નીકળી છે તેવી જ કોઈ નવી બીમારી  અમારા વિસ્તારમાં ફાટી નીકળશે એવો પણ આ ગંદકીને જોતા અમને લાગી રહ્યું છે તો અમે ઉચ્ચ કક્ષા ના સત્તાધીશોને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે અમારા વિસ્તારમાં રહેલી આ ગંદકી નો નિકાલ આવે અને જો નિકાલ નહી આવે તો અમે ઉચ્ચસ્તરે રજૂઆત કરી અને જો આંદોલન કરવાની જરૂર પડશે તો આંદોલન પણ  કરીશું તેવું  સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here