Friday, October 22, 2021
HomeIPL 2020 : કિંગ્સ ઇલેવન પંજાબે સનરાઇઝર્સ હૈદરાબાદના મોઢામાંથી જીતનો કોળિયો છીનવીને...
Array

IPL 2020 : કિંગ્સ ઇલેવન પંજાબે સનરાઇઝર્સ હૈદરાબાદના મોઢામાંથી જીતનો કોળિયો છીનવીને લીગમાં સતત ચોથી મેચ પોતાના નામે કરી.

કિંગ્સ ઇલેવન પંજાબે શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદના મોઢામાંથી જીતનો કોળિયો છીનવીને લીગમાં સતત ચોથી મેચ પોતાના નામે કરી. લો-સ્કોરિંગ મેચની ખાસ વાત એ છે કે, તેમાં દર 1-2 બોલે મેચનું મોમેન્ટમ શિફ્ટ થાય છે, પરંતુ રિઝલ્ટ નક્કી નથી થતું. દુબઈની ધીમી વિકેટ પર ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લોકેશ રાહુલની ટીમ માત્ર 126 રન કરી શકી હતી. ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો અને મનીષ પાંડેની ત્રિપુટી આ લક્ષ્ય સરળતાથી ચેઝ કરી લેશે, તેવું દરેક જણ માટે વિચારવું સામાન્ય બાબત છે. રનચેઝ દરમિયાન 6.1 ઓવરમાં 56/0 સ્કોર હોય, ત્યારે મેચ સમાપ્ત થવામાં કેટલી વાર તેનો અંદાજો લગાવવાનું શરૂ થઇ ગયું હતું. જોકે, 81 બોલમાં 73 રનની જરૂર હતી, તે પરિસ્થિતિમાંથી હૈદરાબાદે મેચ ગુમાવતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ પૂછ્યું, હૈદરાબાદ મેચ કઈ રીતે હાર્યું?

ઓપનર્સની શાનદાર શરૂઆત પછી સ્પિનર્સ સામે બેટ્સમેન 1-1 રન માટે ઝઝૂમ્યા

રનચેઝમાં માત્ર ફોર્માલિટી બાકી રહે એ રીતે બેટિંગ કરતા વોર્નર અને બેરસ્ટોની જોડીએ 6.1 ઓવરમાં 56 રન કર્યા હતા. વોર્નર 35 રને આઉટ થયો અને એ સાથે જ પંજાબમાં સ્ફૂર્તિ આવી ગઈ. રાહુલે ધીમી અને સૂકી વિકેટ પર સ્પિનર્સથી હૈદરાબાદી બેટ્સમેનને બાંધવાનું શરૂ કર્યું. વોર્નર અને બેરસ્ટો અનુક્રમે રવિ બિશ્નોઇ અને એમ. અશ્વિનના શિકાર થયા. તે પછી બંને લેગ સ્પિનર્સને એકપણ વિકેટ ન મળી, પરંતુ તેમણે એવો ટાઈટ સ્પેલ નાખ્યો કે મનીષ પાંડે અને વિજય શંકરે રિસ્ક લીધા વિના મેચ લાંબી ખેંચવાનું મન બનાવી લીધું. બિશ્નોઈએ 4 ઓવરમાં 13 રન જ આપ્યા, જ્યારે અશ્વિને 27 રન આપ્યા.

જોર્ડન અને અર્શદીપની ઘાતક બોલિંગ: 6 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા

અન્ય કોઈ બેટ્સમેન પિચ પર ટકી શક્યું નહીં. અને 6.5-7ની રનરેટ વાળી મેચમાં મૂંઝવણમાં એક પછી એક વિકેટ આપતા રહ્યા. 7, 5, 3, 0, 0, 0. આ કોઈ પીનકોડ નંબર નથી, પરંતુ અનુક્રમે અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, પ્રિયમ ગર્ગ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ખલીલ અહેમદના વ્યક્તિગત રન છે. ક્રિસ જોર્ડન અને અર્શદીપ સિંહે જે વિકેટ પર બોલ બેટ પર નહોતા આવી રહ્યા તેમાં ગતિ પરિવર્તનનો સારો ઉપયોગ કર્યો. જોર્ડને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ, જ્યારે અર્શદીપે 3.5 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી.

યુવરાજે કહ્યું, પંજાબે હૈદરાબાદના હાથમાંથી મેચ ઝૂંટવી લીધી

હૈદરાબાદનો સ્કોર 16 ઓવરના અંતે 100/3 હતો. એટલે કે તેમને 4 ઓવરમાં 27 રનની જરૂર હતી, 7 વિકેટ હાથમાં હતી, તેમ છતાં તેમણે બાજી ગુમાવી. 110/3થી તેઓ 114 રનમાં ઓલઆઉટ થઇ ગયા. અંતિમ 7માંથી 6 વિકેટ જોર્ડન-અર્શદીપે લીધી. મેચ અંગે ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, “મેં પહેલા જ કહ્યું હતું કે- પંજાબની ટીમ લય મેળવી રહી છે. તેમણે આજે હૈદરાબાદના હાથમાંથી મેચ ઝૂંટવી લીધી છે. આવું ત્યારે જ થાય છે જ્યારે તમે લો-સ્કોરિંગ મેચમાં રનરેટથી આગળ નથી રહેતા. પોઈન્ટ્સ ટેબલ રસપ્રદ થઇ રહ્યું છે.”

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments