IPL 2020 : આજે રાજસ્થાન Vs પંજાબ : રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ છેલ્લી 5માંથી 4 મેચ કિંગ્સ ઈલેવન પંજાબે જીતી.

0
6

IPLની 13મી સિઝનની 9મી મેચ રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આજે શારજાહમાં રમવામાં આવશે. છેલ્લા 5 મુકાબલામાં પંજાબે રાજસ્થાનને 4 વખત માત આપી છે. સાથે જ 2014માં શારજાહમાં જ બન્ને ટીમોનો સામનો થયો હતો, જેમાં પંજાબે રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું હતું.

લીગમાં આ પંજાબની ત્રીજી અને રાજસ્થાનની બીજી મેચ છે. પંજાબે 1 મેત જીતી અને 1માં તેને હાર મળી. સાથે જ રાજસ્તાને પોતાના પહેલા મુકાબલામાં ચેન્નાઈ સુપરકિંગ્સને હરાવ્યું હતું. ગત મેચની જેમ આ મેચમાં પણ રાજસ્થાનને સંજૂ સેમસન અને પંજાબને કેપ્ટન લોકેશ રાહુલ પાસે ઘણી આશાઓ હશે.

લીગમાં સૌથી મોટો સ્કોર બનાવનાર ભારતીય રાહુલ છે

બેંગલુરુ વિરુદ્ધ રાહુલે શાનદાર 132 રનની ઈનિંગ રમી હતી. આ લીગમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ઋષભ પંચે 128 રનની ઈનિંગ રમી હતી. આ મામલામાં ક્રિસ ગેલ 175ના સ્કોર સાથે ટોપ પર છે. સૌથી વધુ સદીના મામલામાં પણ ગેલ(6) સૌથી આગળ છે.

બન્ને ટીમના મોંઘા ખેલાડી

રાજસ્થાનમાં કેપ્ટન સ્મિથ 12.50 કરોડ અને સંજૂ સેમસન 8 કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘા પ્લેયર છે. સાથે જ પંજાબમાં કેપ્ટન લોકેશ રાહુલ 11 કરોડ અને ગ્લેન મેક્સવેલ 10.75 કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘા પ્લેયર છે.

પિચ અને હવામાન રિપોર્ટ

શારજાહમાં મેચ દરમિયાન આકાશ ચોખ્ખુ રહેશે. તાપમાન 27 થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે.અહીંયા સ્લો વિકેટ હોવાના કારણે સ્પિનર્સને પણ ઘણી મદદ મળશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીંય યોજાયેલી ગત વખતની T-20માં પહેલી બેટિંગ વાળી ટીમની જીતનો સક્સેસ રેટ 69% રહ્યો છે.

આ મેદાન પર યોજાયેલી કુલ T-20-13
પહેલા બેટિંગ કરવા વાળી ટીમ જીતીઃ9
પહેલા બોલિંગ કરનાર ટીમ જીતીઃ04
પહેલી ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ149
બીજી ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ 131

રોયલ્સ ટીમમાં સ્મિથ, સેમસન અને આર્ચરના પ્લેયર્સ

રાજસ્થાન રોયલ્સમાં કેપ્ટન સ્મિથ ઉપરાંત સંજૂ સેમસન અને ડેવિડ મિલર મહત્વના બેટ્સમેન છે. ઓલરાઉન્ડર્સમાં ટોમ કરન અને શ્રેયસ ગોપાલ રહી શકે છે. આ ઉપરાંત બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડનાર જોફ્રા આર્ચર ઉપરાંત જયદેવ ઉનાદકટ અને મોટા પ્લેયર રહેશે.

પંજામાં ગેલ, રાહુલ અને મેક્સવેલ પર મહત્વની જવાબદારી

પંજાબ ટીમમાં કેપ્ટન લોકેશ રાહુલ સાથે સૌથી અનુભવી દિગ્ગજ વેસ્ટઈન્ડીઝના ક્રિસ ગેલ અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પર મહત્વની જવાબદારી હશે. ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલ પણ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ટીમ માટે મોહમ્મદ શમી અને શેલ્ડન કોટરેલ મહત્વની ભૂમિકામાં રહેશે. રવિ બિશ્નોઈ અને મુરુગન અશ્વિન જેવા યુવાન બોલર્સ પણ પંજાબને મજબૂતાઈ આપશે.

હેડ-ટૂ-હેડ

રાજસ્થાન અને પંજાબ વચ્ચે IPLમાં કાંટાની ટક્કર હતી. બન્ને વચ્ચે અત્યાર સુધી 19 મેચ રમાઈ છે. રાજસ્થાને 10 અને પંજાબે 9 મેચ જીતી હતી. ગત સિઝનની વાત કરવામાં આવે તો પંજાબે બન્ને મુકાબલામાં પંજાબે રાજસ્થાનને હરાવ્યું હતું.

IPLમાં રાજસ્થાનનો સક્સેસ રેટ પંજાબથી વધુ

IPLનો પહેલો ખિતાબ(2008) જીતનાર રાજસ્થાન રોયલ્સે લીગમાં અત્યાર સુધી 148 મેચ રમી, જેમાં 76 જીત્યા અને 70 હાર્યા છે. 2 મુકાબલામાં પરિણામ આવ્યા ન હતા. સાથે જ પોતાના પહેલા ખિતાબ માટે રાહ જોઈ રહેલી પંજાબે અત્યાર સુધી 178માંથી 83 મેચ જીતી અને 95 હારી છે. આ રીતે લીગમાં રોયલ્સની જીત સક્સેસ રેટ 51.35% અને પંજાબનો 46.62% રહ્યો છે.