IPL 2020 : MI vs KXIP : કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી

0
0

IPLની 13મી સીઝનની 13મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. પંજાબે પોતાની પ્લેઈંગ-11માં એક બદલાવ કર્યો છે. એમ. અશ્વિનની જગ્યાએ કે. ગૌથમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મુંબઈએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.

સીઝનમાં અત્યારસુધીમાં બંને ટીમ 3 – 3 મેચ રમી છે અને તેમાંથી 1-1 મેચ જ જીતી શકી છે. આ સીઝનમાં 2 મેચમાં ટાઈ પડી હતી, એક સુપર ઓવરમાં પંજાબ દિલ્હી સામે હાર્યું, જ્યારે બીજી સુપર ઓવરમાં મુંબઈ બેંગલોર સામે હાર્યું હતું.

રોહિત શર્મા 5 હજાર રનના માઈલ સ્ટોનથી માત્ર 2 રન દૂર

મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા લીગમાં 5 હજાર રન બનાવવાની માત્ર બે રન જ દૂર છે. તેણે 191 મેચમાં 31.63ની સરેરાશથી 4,998 રન બનાવ્યા છે. અત્યારસુધીમાં માત્ર બે જ એવા બેટ્સમેન છે જેઓ IPLમાં 5 હજારથી વધુ બનાવી શક્યા છે. વિરાટ કોહલીએ 178 મેચમાં 37.68ની સરેરાશથી 5,426 રન બનાવ્યા છે. જ્યારે સુરેશ રૈનાએ 193 મેચમાં 33.34ની સરેરાશથી 5,368 રન બનાવ્યા છે.

બંને ટીમના સૌથી મોંઘા ખેલાડી

પંજાબમાં કેપ્ટન લોકેશ રાહુલ 11 કરોડ અને ગ્લેન મેક્સવેલ 10.75 કરોડ રૂપિયા કિંમતની સાથે સૌથી મોંઘા પ્લેયર છે. તો, મુંબઈની ટીમમાં કેપ્ટન રોહિત શર્મા સૌથી મોંઘો ખેલાડી છે. ટીમે તેને એક સીઝનના 15 કરોડ રૂપિયા ચુકવશે. રોહિત બાદ ટીમમાં હાર્દિક પંડયાનો નંબર આવે છે, જેને 11 કરોડ રૂપિયા મળે છે.

હેડ-ટુ-હેડ

બંને ટીમ વચ્ચે અત્યારસુધીમાં 24 વખત આમનોસામનો થયો છે. જેમાં મુંબઈએ 13 વખત જ્યારે પંજાબે 11 વખત જીત મેળવી છે. છેલ્લી બે સીઝનની વાત કરવામાં આવે તો બંને ટીમ વચ્ચે પાંચ મેચ રમાયા હતા, જેમાં મુંબઈએ ત્રણ અને પંજાબે બે મેચ જીત્યા છે.

મુંબઈએ સૌથી વધુ 4 વખત ટાઈટલ જીત્યું

આઈપીએલના ઈતિહાસમાં મુંબઈએ સૌથી વધુ ચાર વખત (2019, 2017, 2015, 2013)માં ટૂર્નામેન્ટ જીતી. છેલ્લી વખત તેઓએ ફાઈનલમાં ચેન્નાઈને 1 રને હરાવ્યું હતું. મુંબઈએ અત્યારસુધીમાં પાંચ વખત ફાઈનલ રમ્યું છે. તો પંજાબે અત્યારસુધીમાં એક વખત જ ફાઈનલ (2014)માં રમવાની તક મળી હતી. જેને કેકેઆરએ ત્રણ વિકેટથી હરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here