રાજકોટના કિન્નરો ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા

0
7

સર્વત્ર કિન્નરો પર આક્ષેપો થતા કિન્નરોએ ન્યાયની માંગણી કરી હતી
  • એ ડિવિઝન પોલીસને અરજી આપી ન્યાયની માંગ કરી
  • સોશિયલ મીડિયામાં અમારા વિરુદ્ધ બધું ખોટું વાયરલ થાય છે
  • અમારી પાસે સબૂત છે કે અમે સાચા છીએ

રાજકોટમાં મનપાની ચૂંટણી કરતા પણ કોઈ ઘટનાએ ચર્ચા જગાવી હોય તો એ છે રાજકોટના કિન્નરો અને ટ્રાન્સજેન્ડર મહિલા પાયલનો, થોડા દિવસ રાજકોટના ટ્રાન્સજેન્ડર મેહુલ ઉર્ફે પાયલ દ્વારા તેને ડુપ્લીકેટ કિન્નર સમજીને કિન્નરોએ તેનું અપહરણ કરી માર માર્યો હોવાની પોલીસમાં અરજી આપી હતી,ત્યારબાદ બે દિવસ પૂર્વે કિન્નરોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિર્વસ્ત્ર હાલતમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને આજે ફરી તમામ કિન્નરો એ ડિવિઝન પોલીસ ખાતે એકઠા થઇ લેખિત અરજી આપી ન્યાયની માંગ કરી હતી. કિન્નરોનું કહેવું છે કે, ડુપ્લીકેટ કિન્નરના નામે મેહુલ ઉર્ફે પાયલ અસલી કિન્નરોને બદનામ કરે છે જેની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અમારી પાસે સબૂત છે કે અમે સાચા છીએ

આ બનાવ અંગે કિન્નરોએ જણાવ્યું હતું કે, પાયલ એમ બોલે છે કે અમે તેને ઢોરમાર માર્યો એ વાત સાવ ખોટી છે, અમે એને કંઈ નથી કર્યું અને આ વાત નું સબૂત અમારી પાસે છે, એટલે જ અમે પોલીસને લેખિતમાં અરજી કરવા આવ્યા છીએ કે આવા ખોટા લોકોનું રક્ષણ ન કરો. અમારું અમારા સમાજ સિવાય બીજું કોઈ નથી માટે અમારો સાથ આપો’

પાયલની વાત સાવ ખોટી છે
પાયલની વાત સાવ ખોટી છે

સોશિયલ મીડિયામાં અમારા વિરુદ્ધ બધું ખોટું વાયરલ થાય છે

રાજકોટમાં રહેતા દરેક કિન્નરો પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે, અમારા વિરુદ્ધ ઈન્ટરનેટમાં અને સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યું છે એ બધું તદ્દન ખોટું છે, અમારા સમર્થનમાં માત્ર અમે લોકો જ છીએ અને આ પાયલ વ્યક્તિ જ ખોટો છે, માટે અમે સૌને વિનંતી કરીએ છીએ કે સોશિયલ મીડિયામાં અમારા વિરુદ્ધ બધું ખોટું વાયરલ થાય છે એના પર વિશ્વાસ ન કરો.

ગોંડલ ચોકડી અને ગ્રીન લેન્ડ ચોકડીએ આવા 10 થી 12 ડુપ્લીકેટ કિન્નરો ફરે છે

વધુમાં જણાવતા તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં ગોંડલ ચોકડી અને ગ્રીન લેન્ડ ચોકડીએ આવા 10 થી 12 ડુપ્લીકેટ કિન્નરો ફરે છે, આનાથી અમારો સમાજ બદનામ થાય છે, જે લોકો ખોટા કિન્નર બનીને ફરે છે એમને દંડ તો થવો જ જોઈએ.

ખોટા કિન્નર બનીને ફરે છે એમને દંડ તો થવો જ જોઈએ
ખોટા કિન્નર બનીને ફરે છે એમને દંડ તો થવો જ જોઈએ

‘જસ્ટિસ ફોર પાયલ રાઠોડ’ દેશભરમાં ઝુંબેશ શરૂ થઇ

પુના રહેતી ટ્રાન્સ એક્ટિવિસ્ટ દામિની સિન્હાએ કહ્યું હતું કે, પાયલ રાઠોડ મહિલા છે, તેણે ઓપરેશન કરાવ્યું નથી તેનો અર્થ એ નથી કે તેને મહિલા તરીકે જીવવાનો અધિકાર નથી, કિન્નરો પાયલ પર ખોટા આક્ષેપો કરી તેને પરેશાન કરી રહ્યા છે અને આ મામલો પોતાના ધ્યાને આવતા ‘જસ્ટિસ ફોર પાયલ રાઠોડ’ દેશભરમાં ઝુંબેશ શરૂ કરી છે અને જ્યાં સુધી પાયલને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઝુંબેશ ચાલુ રહેશે.

પાયલ સ્ત્રીઓના કપડાં પહેરી નાટક કરતી હોવાનો કિન્નરોનો આક્ષેપ

કિન્નરોએ આક્ષેપ કર્યો હતો કે, પાયલ રાઠોડ પુરુષ હોવા છતાં સ્ત્રીઓના કપડાં પહેરી કિન્નર હોવાનો સ્વાંગ રચી ઉઘરાણા કરે છે, પાયલને રાજકોટ બહાર ધકેલી દેવાની માંગ કરી હતી બીજીબાજુ પાયલ રાઠોડે કહ્યું હતું કે, પોતે ટ્રાન્સવુમન છે, પેઇન્ટિંગ કરી ગુજરાન ચલાવે છે, કિન્નરોના ગુરુનું પોતે અમપાન કર્યું નહીં હોવા છતાં તેની માફી માગવાની જીદ કરી તેને મારકૂટ કરવામાં આવી હતી અને જ્ઞાતિ અંગે પણ હડધૂત કરવામાં આવી હતી.

પાયલ સ્ત્રીઓના કપડાં પહેરી નાટક કરતી હોવાનો કિન્નરોનો આક્ષેપ
પાયલ સ્ત્રીઓના કપડાં પહેરી નાટક કરતી હોવાનો કિન્નરોનો આક્ષેપ

અપશબ્દો કહીને તેનો વિડીયો ઉતારી, વાયરલ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી પાયલ નામની ટ્રાન્સવુમન પર લોધાવડ ચોક પાસે યુવતીના વસ્ત્રો પહેરીને ઉભી હતી ત્યારે શહેરમાં રહેતા કેટલાક કિન્નરોએ તેના પર નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે પાયલનું અપહરણ કર્યું હતું. પાયલને ગોંધી રાખી બેરહેમીથી ઢોરમાર માર્યો હતો, આટલેથી ન અટકયું હોય તેમ આ ટ્રાન્સવુમનને કિન્નરો દ્વારા જાહેરમાં તેને અર્ધ નગ્ન કરવામાં આવી હતી અને તેને અપશબ્દો કહીને તેનો વિડીયો ઉતારી,વાયરલ કર્યો હતો.

બે દિવસ પહેલા પોલીસ સ્ટેશન ખાતે નિર્વસ્ત્ર થઈને હંગામો મચાવ્યો હતો
બે દિવસ પહેલા પોલીસ સ્ટેશન ખાતે નિર્વસ્ત્ર થઈને હંગામો મચાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here