કેન્સરની સારવાર બાદ કિરણ ખેર પહેલી જ વાર જોવા મળ્યાં

0
6

છેલ્લાં કેટલાંક સમયથી સાંસદ તથા બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરની તબિયત અંગે અફવાઓ ચાલી રહી છે. જોકે, કિરણ ખેર શુક્રવાર, 7 મેના રોજ પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યા હતા. કિરણ ખેરે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. ઉલ્લેખનીય છે કે કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા (એક જાતનું બ્લડ કેન્સર) થયું છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાથી મુંબઈમાં સારવાર કરાવે છે.

પતિ અનુપમ ખેરે સો.મીડિયામાં પરિવારની તસવીર શૅર કરી

અનુપમ ખેરે સો.મીડિયામાં પરિવારની તસવીરો શૅર કરી હતી, જેમાં પત્ની કિરણ ખેર, માતા દુલારી, નાનો ભાઈ રાજુ ખેર તથા ભાભી રીમા જોવા મળ્યા હતા. આ તમામ મુંબઈના વેક્સિન સેન્ટર પર વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે ગયા હતા. કિરણ ખેર વ્હાઈટ ડ્રેસ તથા માસ્કમાં જોવા મળ્યા હતા. આ તમામે નાણાવટી હોસ્પિટલમાં વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.

અનુપમ ખેરે કહ્યું, અફવા ના ફેલાવો

અનુપમ ખેરે સો.મીડિયામાં એક તસવીર શૅર કરીને કહ્યું હતું, કિરણની તબિયત અંગે કેટલીક અફવાઓ ચાલી રહી છે. તે એકદમ ઠીક છે. આજે બપોરે તેમે વેક્સિનનો બીજો ડોઝ પણ લીધો હતો. હું તમામને વિનંતી કરું છું કે આ પ્રકારના નકારાત્મક ન્યૂઝ ના ફેલાવો. આભાર. સલામત રહો.

ગયા મહિને કિરણ ખેરના કેન્સરના ન્યૂઝ સામે આવ્યા હતા

બુધવાર, 31 માર્ચના રોજ ચંદીગઢમાં અરુણ સૂદે સ્પેશિયલ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે 68 વર્ષીય કિરણ ખેરની બીમારી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષથી તેઓ મુંબઈમાં કેન્સરની સારવાર કરાવે છે.

નવેમ્બરમાં ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું

અરુણ સૂદે કહ્યું હતું, ‘ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ કિરણ ખેરના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યાર બાદ તેમને ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર લઈ જવામાં આવ્યાં હતાં. અહીં તેમને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. કેન્સર ડાબા હાથથી લઈ જમણા ખભા સુધી પ્રસરી ગયું છે. તેઓ ચાર ડિસેમ્બરના રોજ મુંબઈ ગયાં હતાં.’

રિકવર થઈ રહ્યાં છે

વધુમાં અરુણ સૂદે કહ્યું હતું, ‘તાજેતરના રિપોર્ટ્સ પ્રમાણે, તેમની તબિયત સુધારા પર છે. તેઓ છેલ્લા ચાર મહિનાથી કેન્સરની સારવાર લઈ રહ્યાં છે. જોકે હાલમાં તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ નથી, પરંતુ તેમણે સારવાર માટે નિયમિત રીતે હોસ્પિટલ જવું પડે છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here