કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ફોર્મ ભરતી વખતે કાર્યકરોના ટોળા એકત્ર કર્યાં, સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા

0
6

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતી વખતે સરકારી ઓફિસમાં કોંગ્રેસી કાર્યકરોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ફોર્મ ભર્યાં પહેલા કોંગ્રેસી કાર્યકરોના ટોળા ભેગા કર્યાં હતા અને સરેઆમ જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને કોરોનાની ગાઇડલાઇનો ભંગ કર્યો હતો.

ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સરકારી ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું
(ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સરકારી ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું)

 

ગરબાને મંજૂરી નહીં, પણ રાજકીય નેતાઓ બેરોકટોક ટોળા ભેગા કરે છે

કોરોના મહામારીને પગલે રાજ્ય સરકારે નવરાત્રિ પર્વમાં ગરબા રમવા માટેની મંજૂરી આપી નથી, પરંતુ, ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજકીય પાર્ટીના નેતાઓ સભામાં અને ફોર્મ ભરતી વખતે ટોળા ભેગા કરીને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે અને નેતાઓ છડેચોક કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરે છે, છતાં તેમની સામે કોઇ કાર્યવાહી થતી નથી. ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા પહેલા રીતસરની સભા યોજી હોય તેના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ખુલ્લેઆમ સોસિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. જેને કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે.

કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું
(કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું)

 

BJPના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પણ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા

વડોદરા જિલ્લાની કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ 13 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ભર્યું હતું. અક્ષય પટેલ ઉમેદવારી પત્ર ભરવા માટે કરજણ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું અને કોરોનાના સંક્રમણને ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું.

કોંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા
(કોંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા)