રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરીયાના આક્ષેપો વિરૂદ્ધ કિસાન સંઘે પોસ્ટર વોર છેડ્યું, માફી માગે નહીંતર ઉગ્ર આંદોલન

0
7

રાજકોટ ડેરી અને ભારતીય કિસાન સંઘ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. કિસાન સંઘ દ્વારા ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરીયા સામે સોશિયલ મીડિયામાં પોસ્ટર યુદ્ધ છેડાયું છે. કિસાન સંઘ સાથે તાલુકાવાઈઝ ખેડૂતો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટર વાઈરલ કરી રહ્યા છે. જેમાં ગોવિંદ રાણપરીયા જાહેરમાં માફી માંગે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

6 મહિનાથી કિસાન સંઘ લડત આપે છે
રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું છે કે, ગોવિંદ રાણપરીયાને ચેતવણી આપવામાં આવી છે. ભારતીય કિસાન સંઘ લિગલ ટીમ દ્વારા ડેરીના પ્રશ્નોનો ઉકેલ લાવશે. આ માટે કિસાન સંઘ તરફથી એડવોકેટ સુરેશ ફળદુની નિમણૂંક કરવામાં આવી છે. કિસાન સંઘ રાજકોટ ડેરીના ભ્રષ્ટાચારને લઈને છેલ્લા 6 મહિનાથી લડત આપી રહ્યું છે. ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરીયાએ આ અંગે નિવેદન આપ્યું હતું કે, તમે ડેરીની માફી નહીં માગો તો એક કરોડનો દાવો કરીશ. મીડિયા મારફત ચેરમેન સાહેબ સમજી લ્યે કે આ ખેડૂતોની સંસ્થા છે. કોઈનો પોતાનો વિચાર નથી.

ડેરી એ ખેડૂતોની સંસ્થા છેઃ દિલીપ સખીયા
દિલીપ સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની સંસ્થામાં ભષ્ટ્રાચાર થયો છે અને જો ભ્રષ્ટાચાર ન થયો હોય તો અમે મીડિયાના માધ્યમથી જ કહીએ છીએ કે, છેલ્લા 20 વર્ષમાં નાના-મોટા કર્મચારીની ભરતી કરી છે તેનું ટોટલી અમને લિસ્ટ આપે. આથી એકના એક મુદ્દામાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ખેડૂતોને માહિતી આપો. ભારતીય કિસાન સંઘ ટૂંક સમયમાં જ આનો જવાબ આપશે. ડેરીના ચેરમેન તૈયાર થઈ જાય કારણ કે આ ખેડૂતોની સંસ્થા છે. તેને બચાવવા માટે જે પણ કરવું પડશે તે કરશે જ. અમે કાનૂની કાર્યવાહી કરવા તૈયાર છીએ.

સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાઈરલ થયા
જસદણ ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાળુભાઈ ચાવડાએ પોતાનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યં છે. જેમાં લખ્યું છે કે, રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા દ્વારા જે ખોટા આક્ષેપો ભારતીય કિસાન સંઘ પર કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતો અને પશુપાલકો સારી રીતે જાણે છે આથી જાહેરમાં માફી માગે નહીંતર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here