Friday, April 19, 2024
Homeમહારાષ્ટ્ર થી દિલ્હી જતી કિશાન રેલવેમાં ખેડુતોના પાક પરીવહન માટે અંકલેશ્વર સ્ટેશનને...
Array

મહારાષ્ટ્ર થી દિલ્હી જતી કિશાન રેલવેમાં ખેડુતોના પાક પરીવહન માટે અંકલેશ્વર સ્ટેશનને સ્ટોપેજ.મળતા ખેડૂતોમાં આંનદ ની લાગણી.

- Advertisement -

વડાપ્રઘાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે ખેડુતોની કૃષિ પેદાશોના નવા બજારોમા સારા ભાવ મળે તે માટે મહારાષ્ટ્ર થી દિલ્હી કિશાન રેલમાં ખેડુતોનાં પાક કેળા, પપૈયા, તરબુચ વિગેરે ઝડપથી પરીવહન કરી શકાય તે માટે કિશાન રેલ શરુ કરેલ છે. જે ટ્રેનનું પહેલા અંકલેશ્વર સ્ટોપેજ નહોતું. હવે સ્ટોપેજ મળતા ભરૂચ નર્મદાના ખેડૂતોને પાક પરિવહનનો લાભ મળતા ભરૂચ નર્મદાના ખેડૂતો માટે કેન્દ્ર સરકારની આ યોજના આશીર્વાદ રૂપ પુરવાર થઇ છે.

         

નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામે રહેતા “ હરિયાલી એન્ટરપા્ઈઝ “ ના નવ યુવાન માલીક સત્યજિતસિંહ ગોહીલ તથા ભરતસિંહ રાઉલજીએ ભારે જહેમત ઉઠાવી ઘનિષ્ઠ પ્રયાસો કરી અધિકારીઓ સાથે વાટાઘાટો કરી ખેડૂતોના હિતમાં અંકલેશ્વર ને સ્ટોપેજ અપાવ્યું છે. અને માલ પરીવહન કરવાની રેલ વિભાગની મંજુરી મેળવી છે. નર્મદા જિલ્લામા પહેલીવાર આની શરુઆત કરાઈ છે. જેમાં ૨૦ ટન કેળા અંકલેશ્વરથી દીલ્હી ખાતે લોડ કરી રવાના કરાયા હતા. આમ નર્મદામાથી એક સારી કામગીરીની શુભ શરુઆત કરાઈ છે.

બાઈટ : સત્યજિતસિંહ ગોહીલ,ખેડૂત, ગોપાલપુરા.

આ અંગે ગોપાલપુરા ગામના યુવાન ખેડૂત સત્યજિતસિંહ ગોહીલે જણાવ્યું હતું કે આ ટ્રેન ધ્વારા કેળા વિગેરે પરીવહન થવાથી ફ્રૂટ જે ૩ દિવસે ટ્રકો ધ્વારા દીલ્હી પહોંચતું હતું. તે ફક્ત ૨૪ કલાકમાં જ પહોચશે. જેમાં સમયનો બચાવ થશે. તેમજ લોકોને તાજુ કવોલીટીનું સારી ગુણવતા વાળુ ફુ્ટ ખાવા મળશે. તેમજ ટ્રાન્સપોટેશનનો ખર્ચ પણ વઘારે થાય નહીં અને ખર્ચમા રાહત મળવાનાં કારણે ખેડુતોને માલના ભાવ પણ વધુ સારા મળશે. આમ નવયુવાન ખેડુતોએ સરકારની યોજનાનો લાભ મળતો થતા નર્મદા જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે.

 

 

રિપોર્ટર : દિપક જગતાપ, CN24NEWS, રાજપીપળા, નર્મદા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular