Friday, April 26, 2024
Homeકશ્મીરમાં હાઇ સિક્યોરિટીના કારણે કિશ્તવાડની માછિલ યાત્રા કરાઇ રદ
Array

કશ્મીરમાં હાઇ સિક્યોરિટીના કારણે કિશ્તવાડની માછિલ યાત્રા કરાઇ રદ

- Advertisement -

શ્રીનગર, તા.3 ઓગસ્ટ 2019, શનિવાર

જમ્મુ કશ્મીરના કિશ્તવાડમાં દર વરસે યોજાતી માછિલ યાત્રા પણ રદ કરવાની જાહેરતા સ્થાનિક વહીવટી તંત્રે કરી હતી. અત્યાર અગાઉ અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા રદ કરી દેવામાં આવી હતી અને તમામ પ્રવાસી-પર્યટકોને કશ્મીર તત્કાળ છોડી જવાની અપીલ પણ કરવામાં આવી હતી.

દર વર્ષે શ્રાવણ માસમાં માછિલ માતાની યાત્રા કરવામાં આવે છે. આ યાત્રા દરમિયાન દુર્ગામાતાની પૂજા આરાધના કરવાનો બહુ મોટો મહિમા છે. કિશ્તવાડના માછિલ વિસ્તારમાં આ મંદિર હોવાથી એને માછિલ માતાના નામે પણ ઓળખવામાં આવે છે.

શુક્રવારે ભારતીય લશ્કરની ચિનાર કોરના કમાન્ડર લેફ્ટનંટ જનરલ કેજેએસ ધીલોને મિડિયા સાથે વાત કરતાં ઇશારો કર્યો હતો કે કશ્મીર ખીણ વિસ્તારમાં મોટો આતંકવાદી હુમલો થવાની માહિતી ગુપ્તચર વિભાગને મળી હતી એટલે કડક પગલાં લેવાઇ રહ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular