પાકિસ્તાન : બદલો લેવા માટે સહકર્મીને ચોડી દીધુ તસતસતું ચુંબન, પછી કહ્યું- ‘કોરોના પોઝિટિવ છું’

0
0

કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશનમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં બદલો લેવા માટે એક અધિકારીએ બીજા અધિકારીને કિસ કરી લીધી. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે બાદમાં જણાવ્યું કે તે કોરોનાથી સંક્રમિત છે. રિપોર્ટ્સના પ્રમાણે આરોપી માત્ર આ એક જ પીડિત શખ્સને નહીં, અનેક લોકોને કોરોના પોઝિટિવ થયા બાદ મળ્યો હતો. જ્યારે બાકી કર્મચારીઓને આ વાતની ખબર પડી તો તેઓ પણ ડરના માર્યા ઑફિસથી ભાગી નિકળ્યા.

ઑક્ટોબરમાં જ સસ્પેન્ડ થયો હતો આરોપી

જિયો ન્યૂઝના પ્રમાણે KCM માં આ શખ્સને આસિસ્ટન્ટ ડાયરેક્ટરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેણે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરને જઈને ચૂમી લીધા. જે બાદ તેણે જણાવ્યું કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. ઘટના આવી છે કે, આ શખ્સનો આરોપ છે કે તેને અનેક મહિનાઓથી પગાર નથી મળ્યો. તો પીડિત અધિકારીઓનું કહેવું છે કે આરોપીને પાંચ ઑક્ટોબરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તેની સામે ભ્રષ્ટાચારના આરોપો સાબિત થઈ ગયા હતા.

ઈન્ફેક્શનનો ડર નહીં પરંતુ લીધા એક્શન

આરોપી કર્મચારીએ ડાયરેક્ટરની સાથે અનેક લોકો સાથે મુલાકાત કરી હતી. જ્યારે એ લોકોને ખબર પડી કે આરોપી પોઝિટિવ છે તો તેઓ ઑફિસથી ભાગી નિકળ્યા. જો કે ડાયરેક્ટરનું કહેવું છે કે તેમને ચેપ લાગવાનો ડર નથી કારણ કે તેઓ ચાર મહિના પહેલા જ પોઝિટિવ થઈ ચુક્યા હતા. જો કે તેઓ આરોપી સામે કાયદાકીય કાર્યવાહી જરૂર કરી છે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 4 લાખ 13 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને 8 હજાર 303 લોકોના મોત થઈ ચુક્યા છે.

આરોપીની થઈ ધરપકડ

સમાચાર એજન્સી ANI પાસેથી મળતી માહિતી પ્રમાણે કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશનના અધિકારીએ આરોપી સામે ફરિયાદ કરી હતી. સીનિયર અધિકારીએ આ ઘટનાને બદલો લેવાનો પ્રયાસ ગણાવી છે. ફરિયાદમાં અધિકારીએ જણાવ્યા પ્રમાણે ઘટના કાંઈક આવી રીતે બની, શુક્રવારે નમાજ બાદ સ્ટેનોગ્રાફર તરીકે કામ કરતો શાહઝાદ અનવર કે જેનું HRM વિભાગમાં પોસ્ટિંગ થવાનું હતું તે કેટલાક લોકો સાથે મારી ઑફિસમાં આવ્યો. તે મને ભેટ્યો અને ડોક પર કિસ કરી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here