કેકેઆરના માલિક અને બોલીવૂડ સુપર સ્ટાર શાહરુખ ખાને ચાહકોની માફી માંગી

0
6

હાલમાં રમાઈ રહેલી આઈપીએલ ટુર્નામેન્ટમાં મંગળવારે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં કોલકાતાના થયેલા પરાજયથી આ ટીમના ચાહકો સ્તબ્ધ છે.

કોલકાતાએ જીતની બાજી હારમાં પલટી નાંખી હતી. કારણકે મુંબઈના 153 રનના લક્ષ્યાંકના જવાબમાં કોલકાતા એક સમયે વગર વિકેટે 72 રન કર્યા હતા અને એ પછી કોલકાતાની બેટિંગ લાઈન-અપ પત્તાના મહેલની જેમ ઢળી પડી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ 142 જ રન બનાવી શકી હતી.

જોકે એ પછી કેકેઆરના માલિક અને બોલીવૂડ સુપર સ્ટાર શાહરુખ ખાને ચાહકોની માફી માંગી છે. શાહરુખે કહ્યુ હતુ કે, બહુ જ નિરાશાજનક પ્રદર્શન રહ્યુ છે. તમામ ચાહકોની હું માફી માંગુ છું.

દરમિયાન કોલકાતાના સ્ટાર પ્લેયર અને ઓલ રાઉન્ડર આન્દ્રે રસેલને આ અંગે પૂછવામાં આવ્યુ ત્યારે તેણે પણ કહ્યુ હતુ કે, શાહરુખખાને જે પણ કહ્યુ છે તેનુ હું સમર્થન કરુ છું પણ આ ક્રિકેટની રમત છે. જેમાં છેલ્લી ઘડી સુધી નિશ્ચિત કશું હોતુ નથી. આજના પ્રદર્શનથી અમે નિરાશ છે પણ આગળ ઘણી મેચો રમવાની છે. આજની હારમાંથી અમારે શીખવાની જરુર છે. ક્યારેક ઝડપથી વિકેટો પડી જાય છે તે પછી નવા બેટસમેનો માટે બેટિંગ કરવી આસાન નથી હોતી અને અમારી સાથે આવુ જ થયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here