IPL 2020 : રોયલ ચેલેન્જર્સની ચેલેન્જ માટે KKR તૈયાર, મેચ આજે સાંજે 7.30 કલાકથી શારજાહમાં

0
0

કોલકાતા નાઈટરાઈડર્સને પરાજયના મુખમાંથી વિજય છીનવી લેવાની ટેવ પડી ગઈ છે. જ્યારે પણ તે મુશ્કેલ સ્થિતિમાં હોય છે, તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે. છેલ્લી બે મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ એવું જ કર્યું, જેના કારણે ટૂર્નામેન્ટમાં તેમની સ્થિતિ સારી રહી ગઈ. સોમવારે રાત્રે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં તેમની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે થશે. બીજી તરફ બેંગલુરુની સફર પણ ઉતાર-ચડાવ વાળી રહી છે. ચેન્નઈ પર મળેલા વિજયથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે.

કોલકાતાની વાત કરીએ તો તેની બેટિંગ લાઈન-અપ સ્થિર છે. રાહુલ ત્રિપાઠી ઓપનિંગ અને સુનીલ નરેનને અંતિમ સ્થાને મોકલવાથી સ્થિતિ સુધરી છે. જોકે, નરેની બોલિંગ એક્શનની નવી મુશ્કેલી પેદા થઈ છે. જો શંકા વધી તો તેની બોલિંગ પર પ્રતિબંધ આવી શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવાથી બોલિંગ પાસું મજબૂત બન્યું છે. તે પંજાબ વિરુદ્ધ જીતનો હીરો હતો.

બેંગલુરુની બોલિંગ ધારદાર બની

બેંગલુરુ સાથે પણ કંઈક આવું જ છે. તેની ટીમ પણ હવે પાટા પર આવી ગઈ છે. વિરાટ કોહલીનું ફોર્મ પાછું આવવું ટીમ માટે સારા સંકેત છે. ક્રિસ મોરિસ, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ અને વોશિંગટન સુંદર સારો બોલિંગ લાઈન-અપ બનાવે છે. શારજાહના નાના મેદાન પર રોમાંચક ટક્કર જોવા મળી શકે છે. અહીં અત્યાર સુધી છગ્ગાનો વરસાદ થયો છે, પરંતુ હવે પીચ ધીમી પડી છે.

ઓવરઓલ રેકોર્ડ

કોલકાતા નાઈટરાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અત્યાર સુધી 25 મેચ રમાઈ છે, જેમાં કોલકાતાએ 15, જ્યારે બેંગલુરુએ 10 મેચ જીતી છે. છેલ્લી બે સિઝનની 4 મેચમાંથી બંનેએ 2-2 જીતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here