રિલાયન્સ રિટેલ વેન્ચરમાં KKR કરશે 5,500 કરોડ રૂપિયાનું રોકાણ, આ પહેલાં સિલ્વર લેકે રોક્યા હતા પૈસા

0
0

પ્રાઈવેટ ઈક્વિટી(PE) કંપની KKR રિલાયન્સ રિટેલ વેન્ચર્સ(RRVL)માં 5,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ RRVLની પ્રી મની ઈક્વિટી વેલ્યુ 4.21 લાખ કરોડ રૂપિયા પર થશે. એની અવેજીમાં KKRને રિલાયન્સ રિટેલમાં 1.28 ટકા ઈક્વિટી શેર મળશે. રિલાયન્સ રિટેલમાં બે કંપનીનું કુલ રોકાણ હવે 13 હજાર કરોડ રૂપિયાનું થઈ ગયું છે.

KKRએ જિયો ટેલિકોમમાં કર્યું હતું રોકાણ

KKRનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં આ બીજું રોકાણ છે. આ પહેલાં કંપનીએ જિયો ટેલિકોમમાં રોકાણ કર્યું હતું. બંને મળીને હવે 11,367 કરોડ થયા છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ રિટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ કંપની છે. હાલ આ બીજું રોકાણ છે. આ પહેલાં વિશ્વની મોટી ટેક ઈન્વેસ્ટર કંપની સિલ્વર લેકે રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો મળશે.

સિલ્વર લેકે જિયોમાં 10,200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું

સિલ્વર લેકે રિલાયન્સની ટેક કંપની જિયો પ્લેટફોર્મ્સમાં પણ 10,200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે નાના વેપારીઓની સાથે પાર્ટનરશિપ કરવાના અમારા પ્રયત્ન ચાલુ છે. આ સંબંધમાં KKRની સાથે પોતાના સંબંધો વધારવામાં મને ખુશી છે. અમારું માનવું છે કે રિટેલક્ષેત્રમાં ટેક્નોલોજીનું મોટું યોગદાન હશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નાના વેપારીઓને જોડશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની નવી સ્ટ્રેટેજી અંતર્ગત નાના અસંગઠિત વેપારીઓનું ટ્રાન્સફોર્મેશનલ ડિજિટલાઈઝેશન શરૂ કર્યું છે અને આ વેપારીઓના 20 મિલિયનથી વધુના નેટવર્કનો વ્યાપ કરવા માટે કટિબદ્ધ છીએ. રિલાયન્સ રિટેલ દેશમાં સૌથી મોટું રિટેલનું ઓપરેશન કરે છે. તે તેજીથી વધતી અને લાભ કમાવનારી કંપની છે. તેના કુલ 64 કરોડ ફૂટ્સ સ્ટોલ 12,000 સ્ટોર્સમાં રહ્યા છે.

રિલાયન્સ રિટેલનું વિઝન ભારતીય રિટેલ સેક્ટરમાં એક વિશેષ રણનીતિ અંતર્ગત ગ્રાહકોને સક્ષમ બનાવવાની યોજના છે. એમાં કિસાનોને લઈને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને સામેલ કરવાની યોજના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here